સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા નગરપાલિકાના કાયમી કર્મચારી બીસૂભાઈ ખુમાણ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં નગરપાલિકા કર્મચારી મંડળ દ્વારા તેમને ભવ્ય વિદાયમાન આપવામાં આવેલ. આ વિદાય સમારંભ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ રાજુભાઈ દોશી, ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણી, ચીફ ઓફિસર બોરડ સાહેબ, નગર પાલિકાના સદસ્યો તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા
આ તકે તમામે બિસુભાઈની કામ પ્રત્યેની નિષ્ઠા અને તેમનો સરળ સ્વભાવ તેમજ ૩૦ વર્ષની નોકરી દરમ્યાનના સંસ્મરણો વાગોળ્યા હતા અને તેમને ભવ્ય વિદાઈ આપી સન્માન કર્યું હતું.
આ વિદાય સમારંભને સફળ બનાવવા કર્મચારી મંડળનો અડધી રાતનો હોંકારો મનોજભાઈ ત્રિવેદી સહિતના તમામ કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે બીસૂભાઈએ પણ પોતાની કારકિર્દીમાં તમામ દ્રારા મળેલ સહકાર અને સોનેરી સંભારણાઓ યાદ કરેલ. કાર્યક્રમના સમાપન પ્રસંગે કેતનભાઈ ખુમાણે તમામનો આભાર માની આભાર વિધિ કરી હતી.
