સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા સાંસદશ્રી કાર્યાલય ખાતે સાવરકુંડલા નાવલી બજાર વિવિધ દુકાનદારો વેપારીઓ તેમજ શાકભાજી માર્કેટ એસોસિએશનના વેપારીઓ તેમજ પાલા એસોસિએશનના વેપારીઓનાં વિવિધ પ્રશ્નો બાબત ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાવરકુંડલા શહેરના વેપારીઓ અને તેમના ધંધા રોજગારની ઉન્નતિ માટે તેમજ વેપારીઓની વિવિધ મુશ્કેલીઓ અને કઈ રીતે ગ્રાહકોની સુવિધામાં વધારો થઈ શકે તે બાબત ઉપર વિશે ચર્ચા વિચારણા કરી તેમના યોગ્ય પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની ચર્ચા વિચારણા પણ કરવામાં આવેલ હતી.


