Gujarat

સાવરકુંડલા મહુવા રોડ પર ધંધાર્થી લોકો અને બહારગામથી આવતા લોકોના હિતાર્થે જાહેર શૌચાલય (મુતરડી) બનાવવા બાબતે મહુવા રોડના  દુકાનદારો દ્વારા સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસર શ્રીને લેખિત રજૂઆત કરી

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરના હાર્દ સમા મહુવા રોડ પર અંદાજિત ૫૦૦ ઉપરાંત દુકાનો આવેલી છે. આ વિસ્તારમાં જાહેર મુતરડી ન હોવાથી લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે. ખાસકરીને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી ચીજવસ્તુઓનુ હટાણું કરવા માટે અહીં અનેક સ્ત્રી પુરૂષો આવે છે. આ વિસ્તારમાં જાહેર શૌચાલય ન હોવાથી લોકોને  નાછૂટકે જાહેરમાં લઘુશંકા કરવા મજબૂર થવું પડે છે. અહીં જનતાબાગ બાજુમાં નગરપાલિકાની વિશાળ જગ્યા પડી છે તો આ જગ્યાનો સદુપયોગ કરીને ત્યાં જાહેર શૌચાલય બનાવવા માટે માંગ કરતી મહુવા રોડ વિસ્તારના દુકાનદારોએ સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરને ઉદ્દેશીને લેખિત રજૂઆત કરી છે જેની નકલ રવાના આ વિસ્તારના ધારાસભ્ય શ્રી, નગરપાલિકા પ્રમુખ શ્રી, સાવરકુંડલા મામલતદાર શ્રી તથા પ્રાંત અધિકારીશ્રીને નકલ રવાના કરીને યોગ્ય કરવા રજૂઆત કરી છે.

IMG-20230505-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *