Gujarat

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના મોલડી ગામે લગ્ન પ્રસંગે ગેરકાયદેસ૨ રીતે (અગ્નિશસ્ત્ર હથિયા૨) વડે ફાયરીંગ કરી સોશ્યલ મીડીયામાં વિડીયો અપલોડ ક૨ના૨ ઈસમને બા૨બો૨ ડબલ બેરલ (અગ્નિશસ્ત્ર હથિયા૨) સાથે બે ઈસમોને ઝડપી પાડતીઅમરેલી.એચ.ઓ.જી.ટીમ,

શ્રી ગૌતમ પરમાર સાહેબ, પોલીસ માનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાંઓ દ્વારા સમગ્ર ભાવનગર રેન્જમાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેર કાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા તથા અંગે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી દિગ સિંહ સાહેબ, નાંઓ દ્વારા એ.ટી.એસ. ચાર્ટર મુજબના ગંભીર પ્રકારના ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી આરોપીઓ અંગે માહિતી મેળવી, તથા તાજેતરમાં યુવા વર્ગમાં હથિયારો સાથેના પોતાના ફોટોગ્રાફ્સ સોશ્યલ મિડીયામાં વાયરલ કરીને પોતાનું વર્ચસ્વ તથા રોફ જમાવવાની મનોવૃત્તિ સોશ્યલ મીડીયાના માધ્યમથી જોવા મળેલ છે. આ પ્રકારની પ્રવૃત્તિથી જાહેર જનતામાં ભય કે ઉત્સુક્તાનું વાતાવરણ ફેલાતું હોય છે. આવા ઈસમોને જેલ હવાલે કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ, તથા એસ.ઓ.જી.ટીમ એ.ટી.એસ.ચાર્ટર લગત સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીરાહે તથા (સોશ્યલ મીડીયાનાં માધ્યમથી) હકિકત મળેલ કે, મોલડી ગામે લગ્ન પ્રસંગનાં ફુલેકામાં એક ઈસમ પોતે લાયસન્સ ધારકનાં પરવાનેદાર ન હોવા છતા અન્ય વ્યકિતનાં બારબોર ડબલ બેરર (અગ્નિશા ઠથિયાર) માંથી ફાયરીંગ કરી સામાજમાં ભય ફેલાવવાનાં ઈરાદે સોશ્યલ મીડીયામાં વિડીયો અપલોડ કરેલ હોય, જે અનુસંધાને અપલોડ કરેલ વિડીયોવાળા ઈસમને એક બારબોર ડબલ બેરર (અગ્નિશસ્ત્ર હથિયા૨) સાથે ઝડપી પાડેલ છે.
પકડાયેલ આરોપી :-
(૧) શૈલેષભાઇ ગોરધનભાઈ સાવલીયા, ઉ.વ.૪૧, ધંધો-ખેતી, તથા બાંધકામ રહે.મોલડી, તા.સાવરકુંડલા, જી.અમરેલી,
(૨) ગોરધનભાઇ ભોજાભાઇ સાવલીયા, ઉ.વ.૬૩, ધંધો-ખેતી, રહે.મોલડી, તા.સાવરકુંડલા, જી.અમરેલી
મજકુર પકડાયેલ બન્ને ઈસમોનાં કબ્જામાંથી એક બારબોર ડબલ બેરર (અગ્નિશસ્ત્ર થિયાર) કિ.રૂા.૧૫,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને પકડાયેલ ઇસમો વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરી અમરેલી પોલીન્સ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, નાઓની સુચના અને માર્ગદર્શન
હેઠળ અમરેલી એસ.ઓ.જી.પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ, તથા એ.એસ.આઇ.રાધેશ્યામભાઇ દુધરેજીયા, હેડ કોન્સ. સંજયભાઈ પરમાર, ગોબરભાઇ લાપા, પરેશભાઇ સોંધરવા, તથા પો.કોન્સ. પ્રવિણસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230203-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *