Gujarat

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ભમ્મર,વણોટ,ચીખલી ગામના સ્વભંડોળના બેંક એકાઉન્ટમાથી સરાકરી નાણાની ઉચાપત કરનાર આરોપીને ગણતરીની કલાકોમા પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

શ્રી ગૈાતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર વિભાગનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા વિશ્વાસઘાત સબંધી સરકારી નાણાની ઉચાપત ના ગુન્હામા સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક શ્રી,અમરેલીનાઓએ જીલ્લામા વિશ્વાસઘાત સબંધી જે ગુન્હાઓ બનેલ હોય,તેવા આરોપીઓને પકડી પાડવા ખાસ સુચના અને માર્ગદર્શન મુજબ શ્રી એચ.બી.વોરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાવરકુંડલા વિભાગ,સાવરકુંડલાનાઓ દ્વારા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર શ્રી જે.કે.મોરી સાહેબ તથા પો.સબ.ઇન્સ વાય.પી.ગોહિલ સાહેબ ની જરૂરી સુચના અન્વયે તેઓના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા રૂરલ પો.સ્ટેની સર્વેલન્સ ટીમે હયુમન સોર્સીસ તેમજ ખાનગી બાતમી આધારે ભમ્મર,વણોટ,ચીખલી ગામના સ્વભંડોળના બેંક એકાઉન્ટમાથી સરાકારી નાણાની ઉચાપત કરનાર આરોપીને ગણતરીની કલાકોમા પકડી પાડવામા સફળતા મળેલ છે.
*ગુનાની વિગત*સાવરકુંડલા રૂરલ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૦૧૨૩/૨૦૨૩ આઇ.પી.સી કલમ ૪૦૯ મુજબનો ગુન્હો ગઇ તા.૨૦/૦૪/૨૦૨૩ ના રોજ જાહેર થયેલ છે આ કામની હકીકત એવી છે કે આ કામના આરોપી રાજ્યસેવક તલાટી કમ મંત્રી એ તા.૧૧/૦૯/૨૦૨૦ થી તા.૨૧/૦૩/૨૦૨૩ ના સમયગાળા દરમ્યાન સાવરકુંડલા તાલુકાના ભમ્મર,વણોટ,ચીખલી ગામમા પોતાની તલાટી કમ મંત્રીની ફરજ દરમ્યાન ગામના સ્વભંડોળના બેંક એકાઉન્ટમાથી તેમજ સરકારી શ્રી દ્વારા ૧૫ મા નાણાપંચ અનુસંધાને ફાળવવામા આવતી ગ્રાન્ટ સબબ ગ્રામ પંચાયતના બેંક ખાતામાથી અને ગ્રામ્યજળ અને સ્વછતા સમિતિના બેંક ખાતામાથી અલગ અલગ સમયે ભમ્મર ગામની ગ્રામ્યપંચાયતના રૂ.૧૫,૦૩,૦૦૦/-તથા વણોટ ગામની ગ્રામ્યપંચાયતના રૂ.૧૦,૦૦૦૦૦/-અને ચીખલી ગામની ગ્રામ્ય પંચાયતના રૂ.૧૩,૫૫,૦૦૦/-મળી કુલ રૂ.૩૮,૫૮,૦૦૦/-ની સરકારી નાણાની ગેરરીતી આચરી પોતાના અંગત સ્વાર્થ સબબ ઉચાપત કરી ગુ્નાહીત વિશ્વાસઘાત કરી ગુન્હો કર્યા વિ.બાબત
*પકડાયેલ આરોપી *સરફરાજભાઇ અબ્દુલભાઇ દલ ઉ.વ.૨૯ ધંધો.નોકરી રહે.મઢડા તા.સાવરકુંડલા
                                                          આ કામગીરી ઇચા.પો.ઇન્સ જે.કે.મોરી સાહેબ તથા પો.સબ.ઇન્સ વાય.પી.ગોહીલ સાહેબની રાહબારી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનના સર્વેલન્સ ટીમના અના HC યુવરાજસિંહ અનિરૂધ્ધસિંહ તથા ભરતભાઇ છનાભાઇ તથા મહમદહુસેન રહીમભાઇ તથા PC જયપાલસિંહ લખુભા ગોહિલ તથા ભાવેશભાઇ મનુભાઇ તથા કુલદીપસિંહ રઘુવીરસિંહ તથા પ્રદ્યુમનસિંહ રણજીતસિંહ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230421-WA0060.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *