Gujarat

સાવરકુંડલા લીલીયાના ખેડૂતોને સહકારી મંડળી તેમજ બેન્કો દ્વારા પાક  ધિરાણમાં પડતી મુશ્કેલી અને અડચણ બાબત મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતા ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
બિન અનામત આયોગ દ્વારા શિક્ષણ લોનથી ખેડૂતોને અનેક પાક ધિરાણ માટે મુશ્કેલીઓ..
———————————————————————
 લાંબાગાળાની વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોનથી બોજાની અસર ખેડૂતોને મળતી પાક ધિરાણની પ્રક્રિયામાં નડતર રૂપ ન બને તે બાબત ધારાસભ્યની મુખ્યમંત્રીશ્રીને રજૂઆત …
———————————————————————સાવરકુંડલા લીલીયા વિસ્તારના ગ્રામ્ય કક્ષાના ખેડૂતોને હાલમાં પાક ધિરાણ બાબતમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તે બાબત પર ધારાસભ્યશ્રીના પ્રવાસ દરમિયાન ખેડૂતો દ્વારા આવેલ રજૂઆતને આધારે ધારાસભ્યશ્રી દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પત્ર દ્વારા રજૂઆત કરેલ છે કે જ્યારે ખેડૂતોના સંતાનોને ઉચ્ચ શિક્ષણ માટે લોન લેવામાં આવેલ હોય છે.તે સમયે તેમની જમીનના આધારે મોર્ગેજ કરીને બિન અનામત આયોગ દ્વારા લોન આપવામાં આવતી હોય છે. આ લોનનો સમય ગાળો ઘણો જ લાંબો હોય છે. તેવા સમયે જ્યારે ખેડૂતોને બેંકો મારફત કે ગ્રામ્ય કક્ષાએ સહકારી મંડળીઓ દ્વારા પાક ધિરાણ માટે હાલમાં ખૂબ જ તકલીફ પડી રહી છે. બિન અનામત આયોગ દ્વારા નોડ્યુંસર્ટિ યોગ્ય સમયસર ન મળવાથી ખેડૂતો પાક ધિરાણથી વંચિત રહે છે. તે બાબત પર માન મુખ્યમંત્રીશ્રી ને તા:૦૨/૦૪/૨૦૨૩નાં પત્ર દ્વારા જણાવવામાં આવેલ છે.કે જમીન પર જે બોજો દાખલ કરવામાં આવેલ હોય તેમાં મુક્તિ ખેડૂતોને મળે અને સમયસર ખેડૂતોને પાક ધિરાણ મળી રહે તેવી લેખિતમાં રજૂઆત ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ છે જેનાથી ખેડૂતોને પાક ધિરાણ બાબતનો પ્રશ્ન ખૂબ જ ટૂંક સમયમાં હલ થઈ જશે તેવા પ્રયત્નો ધારાસભ્ય દ્વારા હાથ ધરવામાં આવેલ છે.તેમ હરેશભાઈ બોરીસાગરની યાદીમાં જણાવેલ છે…

IMG-20230503-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *