Gujarat

સાવરકુંડલા શહેરની કે.કે સરકારી હોસ્પિટલમાં છાપરું બનાવવા માટે એક વૃક્ષનો સોથ વાળી દેવાયો  પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા કે.કે સરકારી હોસ્પિટલના પટાંગણમાં વાહન પાર્કિગ કરવા લોખંડનો શેડ  ઉભો કરવામાં આવી રહ્યો છે જે જગ્યા પર શેડ ઉભો કરવામાં આવી રહ્યો છે તે જગ્યા પર જે તે સમયે પેવિંગ બ્લોક નાખી અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને હાલ તે વૃક્ષો મોટા ઘટાદાર બની ગયેલ હતા ત્યારે આ લીમડાના વૃક્ષને હોસ્પિટલના અધિક્ષકની સૂચનાથી નગરપાલિકાના ઉપ પ્રમુખ જયસુખભાઈ નાકરાણી સાથે રહી પાલિકાના જે.સી.બી દ્વારા ઉખાડી ફેંકાયું છે આમ ગણો તો વૃક્ષને આપણી ભારતીય સંસ્કૃતિમાં પૂજનીય સ્વરૂપ સમજવામાં આવે છે. પર્યાવરણની દ્રષ્ટિએ પણ વૃક્ષારોપણ ગ્લોબલ વોર્મિંગને ખાળવા માટે ખૂબ મહત્ત્વનું અભિયાન છે. હાલના સમયમાં કલાઈમેન્ટ ચેન્જ ના કારણે અનેક બીમારીઓ અને અચાનક આવતી આફતોનો લોકો સામનો કરી રહ્યા છે અને જોય રહ્યા છે ભર ઉનાળે વરસાદ આવી રહ્યા છે લોકો નુકશાની ભોગવી રહ્યા છે આવી પરિસ્થિતિમાં વૃક્ષારોપણ તો એક બાજુ રહ્યું પરંતુ એક વૃક્ષનો સોથ વળી જાય તે કેટલું યોગ્ય ગણાય? કોઈ જગ્યાએથી  વૃક્ષ કાપવું ફરજિયાત થઈ ગયું હોય ત્યારે પણ ચીફ ઓફિસરની મંજુરી લેવી પડતી હોય છે પરંતુ પાલિકાના જવાબદાર વ્યક્તિ દ્વારા જ આવી પ્રવૃતિઓ કરવામાં આવે અને  ડિજિટલ મીડિયામાં પણ ફોટા સાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યું આવી ઘટનાઓ એ પણ જાહેરમાં બને એ પર્યાવરણ પ્રેમીઓ માટે તો આઘાતજનક જ ગણાય. તંત્ર દ્વારા આ બાબતે કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ?  વગેરે બાબતોની ચર્ચા પર્યાવરણ પ્રેમીઓમાં ચકડોળે ચડી છે આ વૃક્ષ કાપવાની મંજૂરી ચીફ ઓફિસર પાસે લીધેલી હતી કે કેમ? અને મંજૂરી આપી તો ક્યા કારણોસર આપી? જેવા અનેક પ્રશ્ર્નો નિરુતર છે જેનો આમજનતા પણ ખુલાસો માંગે તો નવાઈ નહીં કહેવાય..વૃક્ષ કપાવવાની ઘટનાને સામાન્ય ન ગણી શકાય આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? આ બાબતે કાર્યવાહી કરવામાં નહીં આવે તો પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરશે અને જરૂર પડશે તો કાયદાકીય લડત લડવાની પણ તૈયારીમાં છે તેવું પર્યાવરણ પ્રેમીઓ પાસેથી જાણવા મળેલ હતું….

IMG-20230312-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *