Gujarat

સાવરકુંડલા શહેરમા આજરોજ  સવારે જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થતાં પરીક્ષા રદ થતાં પરીક્ષા આપવા આવેલા પરિક્ષાર્થીઓને સાવરકુંડલા એસ ટી અને સાવરકુંડલા ડિવીઝન પોલીસ વિભાગ દ્વારા શાંતીથી પોતાના ગંતવ્ય સ્થળે સુખરૂપ કર્યા. સાવરકુંડલા ડીવાયએસપી શ્રી હરેશ વોરાનાં સંપૂર્ણ માર્ગદર્શન અને દેખરેખ હેઠળ પરીક્ષાર્થીઓ એસ ટી. બસમાં બેસી પોતાના ઘરે રવાના થયાં. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ સાવરકુંડલા શહેરમાં વહેલી સવારે જ જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક થવાના કારણે રદ થયેલી પરીક્ષા માટે અહીં આવેલ પરીક્ષાર્થીઓ પોતાના ઘરે શાંતિથી પરત ફરી શકે અને રઝળી ન પડે તે માટે સાવરકુંડલા એસ ટી. વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા ઘરે જવાની યોગ્ય વ્યવસ્થા કરવા માટે સાવરકુંડલા ડીવાયએસપી હરેશ વોરા અને ટાઉન પી.આઈ સોની સાહેબ સમેત પોલીસ વિભાગ દ્વારા તમામ પરીક્ષાથીંને સાંત્વના પણ આપી અને જીવન એક જંગ છે. બહાદુરીથી જીવન જીવવાની શીખ સાથે આવેલ પરિક્ષાર્થીઓને સાવરકુંડલા એસ ટી. ડેપો પર એકત્ર કરી અને જુનાગઢ, ઉના મહુવા તરફની બસોમાં બેસાડી સુખરૂપ અને શાંતિથી રવાના કર્યા
આ સંદર્ભે સાવરકુંડલા શહેરનાં પત્રકાર બિપીનભાઈ પાંધીએ સાવરકુંડલા ડીવાયએસપી શ્રી હરેશ વોરાની સાથે મુલાકાત કરી પરિસ્થિતિનો ક્યાસ કાઢી સાવરકુંડલા પોલીસ તંત્ર અને એસ ટી. વિભાગની કામગીરીની પ્રશંસા પણ કરી.. પેપર લીક થઈ ગયું. પરીક્ષા રદ થઈ ગઈ. એટલે વાસ્તવિકતાને લક્ષમાં લઈને આવેલ પરીક્ષાર્થીઓની હતાશા દૂર કરવાની પણ પડકારજનક કામગીરી બજાવવી એ ખરેખર પડકાર જ ગણાય. અને સાવરકુંડલા ડિવીઝન પોલીસ વિભાગ દ્વારા એ બખૂબી  નિભાવી તંત્રની  કૂનેહ અને યોગ્ય માર્ગદર્શનના દર્શન પણ થયાં.

IMG-20230129-WA0051.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *