સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શ્રી સહજાનંદ વિદ્યાલય જેસર રોડ ગુરુકુળમાં ઊજવાયો ભવ્ય વિજ્ઞાન દિવસ, જેમાં શાળાના વિજ્ઞાન શિક્ષકોની ટીમ શ્રી વેકરીયા સાહેબ, શ્રી જેઠવા સાહેબ,શ્રી કાબરીયા સાહેબનાં માર્ગદર્શન હેઠળ અલગ અલગ વિજ્ઞાનના નિયમોને આધારે પંદર જેટલા લાઇવ મોડલો તૈયાર કરી પ્રદર્શિત કરવામાં આવેલ હતા.તેમજ દરેક મોડલો વિશે વિદ્યાર્થીઓએ સુંદર માહિતી આપી હતી.તેમજ શાળાના આચાર્ય શ્રી વ્યાસ સાહેબે તમામ મોડેલોનું નિરીક્ષણ કરી બાળકોને બિરદાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત રોકેટ લોન્ચર ખુબજ ધ્યાનાકર્ષક રહ્યું હતું. જેમા હવાનાં દબાણ દ્વારા રોકેટને ૨૦૦ ફુટ ઉંચુ ધકેલ્યુ હતું. આ કાર્યક્રમનું સુંદર આયોજન જોઇ તમામ વિદ્યાર્થીઓને અને શિક્ષકો ને સંસ્થા નાં સંતોએ આશીર્વાદ સાથે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.
