Gujarat

સાવરકુંડલા શહેરમાં આ ધમધમતાં તાપમાં પક્ષીઓની તૃષા છીપાવવા માટે જલારામ સત્સંગ મંડળ સાવરકુંડલા દ્વારા પક્ષીઓને પાણી પીવા માટેના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આજે સવારે જલારામ સત્સંગ મંડળ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું રિદ્ધિસિધ્ધિ ચોક મન્દિર પાસેથી વિતરણ કરવામાં આવ્યું. આ પાણીના કુંડાના વિતરણ  દરમિયાન સાવરકુંડલાના લોકોએ ૧૦૦૦ કુંડાનો લાભ લીધેલ. આ કુંડા વિતરણ પ્રસંગે લોહાણા મહાજન પ્રમુખ જગદીશભાઇ માધવાણી,  હસુભાઈ સૂચક, પરેશભાઈ કોટક, હિતેશ સરૈયા ધ્રુવીલ રાયચુરા વગેરેએ ઉપસ્થિત રહીને હાથોહાથ કુંડાનું વિતરણ કરતાં જોવા મળ્યા.

IMG-20230327-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *