સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં કન્યા કેળવણી ક્ષેત્રે અગ્રેસર રહેતી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રીમતી વી. ડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં વિદ્યાર્થીનીઓને કારકિર્દીલક્ષી માહિતી આપતાં પ્રેરક પ્રવચનોનો અને જીવનઘડતર સંદર્ભે પ્રેરક માહિતી પ્રદાન કરતો કાર્યક્રમ યોજાયો. જેમાં શ્રી નૂતન કેળવણી મંડળના પ્રમુખ શ્રીમતી ચંદ્રિકાબેન કામદાર, ઉપપ્રમુખ શ્રી મુકુંદભાઈ નાગ્રેચા તથા અમેરિકાથી પધારેલા શ્રી હરિભાઈ મારૂ દ્વારા વિદ્યાર્થીઓમાં લક્ષાભિમુખતા વધે ,તેઓ પોતાની કારકિર્દી સારી બનાવી શકે તથા તેમના પરિવારને ઉપયોગી બની શકે ,પોતાની ભાવિ પેઢીનું સારું ઘડતર કરી શકે, સંસ્કારો સીંચી શકે , પુસ્તકોના બહોળા વાંચન દ્વારા પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરી શકે, તે માટે પ્રવચનો આપવામાં આવ્યા. કાર્યક્રમનું સંકલન પ્રા. ડો. પ્રતિમાબેન શુકલે કર્યું તથા આભાર દર્શન પ્રા.ડો. રુકશાનાબેન કુરેશીએ કર્યું.


