Gujarat

સાવરકુંડલા શહેરમાં ગતરોજ તારીખ ૧૪ મી માર્ચના દિવસે વિશ્ર્વ ગ્રાહક  દિનની ઉજવણી નિમિત્તે અહીં સાવરકુંડલા શહેરની નર્સિંગ કોલેજમાં ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક જાગૃતિ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં ગતરોજ ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા અહીં આવેલ નર્સિંગ કોલેજમાં વિશ્ર્વ ગ્રાહક  દિનની ઉજવણીના ભાગરૂપે ગ્રાહક જાગૃતિ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના સભ્યો રવિભાઈ મહેતા, બિપીનભાઈ પાંધી અને હર્ષદભાઈ જોશી દ્વારા ઉપસ્થિત તમામ નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓને ગ્રાહક સુરક્ષા જાગૃતિ લાવવા માટે વિશદ છણાવટ સાથે વક્તવ્ય આપ્યું હતું. આ ગ્રાહક જાગૃતિ અભિયાનને સફળ બનાવવા નર્સિંગ કોલેજના નર્સિંગ ટયુટર વી. એસ. જોષી, આર. બી. પટેલિયા, એસ. ડી. ગોસાઈ દ્વારા સતત જહેમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ વકતાઓને આ કોલેજની વિદ્યાર્થિનીઓએ ખૂબ ધ્યાનથી સાંભળ્યા હતાં અને હવે પોતાના જીવનમાં પણ ગ્રાહક સુરક્ષાની રસપ્રદ બાબતો ઉતારી સમાજના અન્ય લોકોને પણ ઉપયોગી થવા માટે નિર્ધાર કર્યો હતો. આ કોલેજના પ્રિન્સિપાલ એસ એ. રાજાણી મેડમની મંજૂરીથી આ સેમિનાર યોજાયો હતો. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પણ ગ્રાહક સુરક્ષા સંબંધિત માહિતીઓ વિશે વિશદ છણાવટ કરી તલસ્પર્શી માહિતી આપી હતી.

IMG-20230315-WA0099.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *