સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં આજરોજ બપોરના સાડાત્રણ આસપાસ ભારે પવન, વીજળી અને ગડગડાટ સાથે કમોસમી વરસાદનું આગમન થયુ.રસ્તા પર પાણી ફરી વળ્યાં ખેતી ક્ષેત્રે માટે આ કમોસમી વરસાદ નુકસાનકારક ગણાય એટલે ખેડૂતો આ કમોસમી વરસાદથી નાખુશ હોય એ પણ સ્વાભાવિક છે. બદલતાં પર્યાવરણીય સંદર્ભે ચિંતાનો વિષય. વાતાવરણમાં ઠંડક પ્રસરી એટલે બળબળતી ગરમીમાં લોકોને રાહત થઈ. પરંતુ આ રાહત સમગ્ર માનવજાત માટે ખતરાની ઘંટી સમાન ગણાય. ખાસ કરીને કેરીના ઉત્પાદકો માટે આ કમોસમી વરસાદ એટલે સંપૂર્ણ માઠાં સમાચાર..શહેરના રોડ રસ્તા પર પાણી.. કમોસમી વરસાદને કારણે રસ્તા પર ભીની માટીની સુગંધ પ્રસરી

