સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સરકારશ્રી તરફથી ચાલતા મીશન લાઈફ અંતર્ગત એક્શન પ્લાન ફોર ઈવેન્ટસ ટુ બી હેલ્ડ બીફોર 5 જુન અન્વયે રોજીંદા જીવનમાં નજીવા ફેરફારોને ઓળખવા તથા આપણા પર્યાવરણને અનુકૂળ થઈ એને બચાવવા જાહેર જનતાને સંદેશ આપવા માટે સાવરકુંડલા નોર્મલ રેન્જ ગીર પુર્વ વન વિભાગ – ધારી તથા સહયોગી સંસ્થા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલા શહેરનાં જાહેર રસ્તાઓ પર પર્યાવરણ બચાવવાના જાહેર સુત્રોચ્ચાર સાથે વિશાળ સાઈકલ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં નોર્મલ રેન્જના આર.એફ.ઓ પી. એન. ચાંદુ સાહેબ, વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના મિત્રો, નોર્મલ રેન્જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સ્ટાફ તથા પર્યાવરણપ્રેમી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતાં આ રેલીનું પ્રસ્થાન અમરેલી જીલ્લાના સાંસદ નારણભાઈ કાછડીયા તથા સાવરકુંડલા તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તથા નિવૃત ડી.સી.એફ મુનિસાહેબના હસ્તે કાર્યક્રમનું દીપ પ્રાગટય કરી લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.


