Gujarat

સાવરકુંડલા શહેરમાં સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ હીરાણીના માર્ગદર્શન હેઠળ ગ્રાહક જાગૃતિ અભિયાન અને ગ્રાહક સુરક્ષા મંડળ સાથે જોડાયેલી સ્કૂલોને ચેક વિતરણનો કાર્યક્રમ સાવરકુંડલા ખાતે યોજવામાં આવેલ હતો.. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હીરાણીના માર્ગદર્શન હેઠળ ગ્રાહક જાગૃતિ અભિયાન અંતર્ગત ગ્રાહક સુરક્ષા મંડળ સાથે જોડાયેલ શાળાઓને ચેક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શ્રી કેશુભાઈ વાઘેલા તથા નાગરિક બેંકના ચેરમેન શ્રી પ્રવીણભાઈ સાવજ તથા નગરપાલિકા સાવરકુંડલાના કાઉન્સિલરો શ્રી કેશુભાઈ ચુડાસમા તથા ભાવેશભાઈ કવા બાર એસોસીએશન ઓફ સાવરકુંડલાના પ્રમુખ શ્રી ભાવેશભાઈ હરસોરા તથા હર્ષદભાઈ જોશી તથા મયુરભાઈ દેસાઈ સહિતના કાર્યકરો હાજર હતા ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા સમગ્ર અમરેલી જિલ્લાની હુકુમત ધરાવતું હોય અમરેલી જિલ્લાના લીલીયા ધારી ખાંભા અને રાજુલા તથા જાફરાબાદ સહિત સાવરકુંડલા તાલુકાની ૧૭ હાઇસ્કુલોના પ્રિન્સિપાલશ્રીઓ આ કાર્યક્રમમાં હાજર રહેલ અને કન્ઝ્યુમર ક્લબના ચેક સ્વીકારેલ  હતાં. આ પ્રસંગે ગ્રાહક જાગૃતિ અભિયાન અંગે પ્રવચનો દરમિયાન શાળાના આચાર્ય પ્રતિનિધિ તરીકે મલયભાઈ ભટ્ટે સરકારશ્રીની ગ્રાહક સુરક્ષા અંતર્ગત વિવિધ શાળાના બાળકોમાં જાગૃતિ લાવવા માટેનો આ પ્રયાસને બિરદાવી આવી પ્રવૃત્તિ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને પણ ગ્રાહક સુરક્ષા કાનૂનની વિષદ સમજણ મળે છે એમ જણાવ્યું હતું. સરકારશ્રીના ગ્રાહક જાગૃતિ અંગેના ખૂબ જ મહત્વના એવા કન્ઝ્યુમર કલબના પ્રોજેક્ટથી બાળકોને વિદ્યાર્થી કાળથી ગ્રાહક જાગૃતિનું શિક્ષણ મળી રહે તેવા શુભ હેતુથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ૨૦૦૦  કન્ઝ્યુમર કલબો હાઇસ્કુલ લેવલે ચાલે છે

IMG-20230121-WA0039.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *