સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલાના પર્યાવરણ પ્રેમી સેવાભાવી ટેકનોક્રેટ અને મિડિયા ક્ષેત્રે પણ અનોખી ઓળખ ઉભી કરનાર પ્રિયંક પાંધીની વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી થયેલ છે. આમ તો ખૂબ મિતભાષી સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એ સૂત્રને સાર્થક કરી છેલ્લા ઘણાં વર્ષોથી પ્રકૃતિ સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ રહેતાં પ્રિયંકભાઈ કાર્યરત જોવા મળે છે. તેમની વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે વરણી થતાં મિત્ર વર્તુળ અને પર્યાવરણ પ્રેમીઓમાં હર્ષની લાગણી પ્રસરી છે. તેઓ શ્રી સાવરકુંડલા શહેર સ્થિત વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની પ્રવૃત્તિને એક નવી ઊંચાઈ પર પહોંચાડે એવી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.


