Gujarat

સાસરીમાં ઘરેલુ હિંસાસાથી અને માનસિક ત્રાસથી છેલ્લા સાત મહિનાથી પીડિત મહિલા ના ઝઘડા નું સુખદ સમાધાન કરાવતું કેશોદ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર 

સાસરીમાં ઘરેલુ હિંસાથી અને માનસિક ત્રાસથી છેલ્લા સાત મહિનાથી પીડિત મહિલા ના ઝઘડા નું સુખદ સમાધાન કેશોદ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર દ્રારા કરાયું હતુ.

જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી  શ્રી ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર કેશોદ) ખાતે ૨૦૧૪ થી કાર્યરત છે. સાસરીમાં ઘરેલું હિંસા અને માનસિક ત્રાસથી કંટાળીને અરજદાર બહેન અને તેમનો એક વર્ષનો પુત્ર છેલ્લા સાત મહિનાથી પિયરમાં હતા. ત્યારે અરજદાર બહેન પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર માં તેમના પતિ  સાસુ નણંદ જેઠ જેઠાણી ના ઝગડા છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો. બન્ને પક્ષને વારંવાર બોલાવી ને સમજાવવામાં આવ્યા હતા.  જેમાં બંને પક્ષને બોલાવીને વ્યક્તિગત તેમજ જુથ મિટિંગ કરી બન્ને પક્ષને સમજાવવામાં આવેલ તથા બહેનની ઈચ્છા મુજબ પતિ તેની બહેનને  તેડી ગયેલ છે. તેમનું દાંપત્ય જીવન સુખમય રહે તેના માટે બંને પતિ-પત્ની અને સાસુ, નણંદ, જેઠ, જેઠાણી નું કાઉન્સેલિંગ મહિલા કાઉન્સેલર મહિડા એસ .આર. અને ગોંડલીયા જે. એસ. દ્વારા સમજાવવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *