Gujarat

 સિંહોને રૂબરૂ જોવા તે એક નવો જ રોમાંચ પેદા કરે છે

સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમમાં તમિલનાડુના ત્રિચરાપલ્લીથી  આવેલા અને બાયોટેકનોલોજી વિષયના પ્રોફેસર વી. શક્તિવેલ કહે છે કે, ઝૂમા તો સિંહ વગેરે અન્ય પ્રાણીઓ નિહાળતા હોય છે. પરંતુ પ્રાકૃતિક રીતે એક સાથે સિંહોને રૂબરૂ જોવા તે એક નવો જ રોમાંચ પેદા કરે છે. તેમને કહ્યું કે અહીંયા બહુવિધ સંસ્કૃતિના દર્શન થાય છે. સૌરાષ્ટ્ર-ગુજરાત તમિલનાડુ કલ્ચર જુદું છે. આમ, સાંસ્કૃતિક આદાન-પ્રદાનથી શીખવા ઘણું મળે છે.

ઈશ્વરીય કૃપા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારથી સૌરાષ્ટ્ર-તમિલ સંગમ જેવા અદભુત કાર્યક્રમ થઈ રહ્યો છે. જેના થકી એક ભારત, શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના સાકાર થઈ રહી છે, તેમ જણાવતા તેમને આ પ્રવાસ અને સરસ વ્યવસ્થાઓ માટે ગુજરાત સરકારનો આભાર પ્રગટ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *