મકસુદ કારીગર,કઠલાલ
બોરસદ તાલુકાના સીસ્વા ખાતે તા.16 એપ્રિલના રોજ અંજલી હોસ્પિટલ બોરસદ, ઝાઇડસ હોસ્પિટલ આણંદ, આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર તથા શ્રીમતી એસ.જી.પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિજીઓથેરાપી ધર્મજના સંયુક્ત ઉપક્રમે મલ્ટી મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો જેમાં મોટી સંખ્યામાં લોકો સહભાગી બન્યા હતા. સીસ્વા પટેલવાડી ખાતે સવારના 10થી બપોરના 12 સુધી ચાલેલ આ કેમ્પમાં સ્ત્રી રોગ નિદાન, હાડકાંના રોગનું નિદાન, જનરલ સર્જરી તથા ફિજીઓથેરાપીને લગતા દર્દોની તપાસ ડૉ. ઉજ્વલ શાહ, ડૉ. કૈલાસગીરી ગૈસ્વામી તથા ડૉ. રીશા પટેલ અને અન્ય તબીબો દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે બોરસદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પટેલ તરુલત્તાબેન, આશાદીપના નિયામક જ્હોન કેનેડી, બોરસદ યુવા મોરચાના પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, તથા અંજલી હોસ્પિટલ અને આશાદીપનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.


