Gujarat

સુત્રાપાડા ખાતે સમસ્ત કોળી સમાજના 14 મો સમુહ લગ્નોત્સવ યોજાયો…

હાર્દિક કાનાબાર પ્રાચી
સાંસદ, ધારાસભ્યો  તેમજ આગેવાનો  ઉપસ્થિતિ રહ્યા હતા
66 નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા…
પ્રાચી તીર્થ…
 સુત્રાપાડા ખાતે સમસ્ત કોળી સમાજ નો 14 મો સમુહલગ્નોત્સવ યોજાયો હતો. આ સમૂહ લગ્નમાં 66 નવયુગલો જોડાઈ પ્રભુતામાં પગલા માંડયા હતા. અને લગ્ન સમારંભનાં ખોટા ખર્ચાઓ અને કુરિવાજોને તિલાંનજલી આપવામાં આવી હતી. સુત્રાપાડા ખાતે સમુહ લગ્ન સમીતી દ્વારા 14 મી વખત સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં સુત્રાપાડા તેમજ આજુ બાજુ ગામોનાં યુવાનો દ્વારા ખુબજ જહેમત ઉઠાવી આ સમુહ લગ્ન મહોત્સવને સફળ બનાવ્યો . આ સમુહ લગ્નોત્સ ઉપલાપાડા રામદેવપીર મંદિર ની બાજુમાં કોળી સમાજની વંડીમાં યોજવામાં આવ્યો હતો જેમાં આ સમુહલગ્નોત્સવમા દિકરીઓને ઘણબધુ વસ્તુઓ કરીયાવરમાં ભેટ આપવામાં આવી હતી સાથે સાથે મહાનુભાવો દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યો અને કુંવરબાઈના મામેરાના ફોર્મ ભરી આપવામાં આવ્યા હતા. આ દરમિયાન લગ્ન સમારંભમાં થતા ખોટા ખર્ચાઓને અને કુરીવાજોને સમસ્ત કોળી સમાજ દ્વારા તિલાંજલી આપી એક સારૂ ઉદાહરણ પુરૂ પાડયું હતું આ તકે કોળી સમાજના મુખ્ય મહેમાનોમાં રાજેશભાઈ ચુડાસમાં સાંસદ જુનાગઢ-ગીર સોમનાથ તથા ગીર સોમનાથના યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા,તથા વેરાવળ તાલુકાના કોળી સમાજના આગેવાનો તથા સુત્રાપાડા તાલુકાનાં કોળી સમાજના આગેવાનો તથા તાલાળા તાલુકાના કોળી સમાજનાં આગેવાનો તથા કોડીનાર તાલુકાના કોળી સમાજનાં આગેવાનો તથા ઉના તાલુકા કોળી સમાજનાં આગેવાનો, જિલ્લા પંચાયતનાં સદસ્યઓ તથા તાલુકા પંચાયતના સદસ્યો , સરપંચો તથા ઉપસરપંચઓ તેમજ મહાનુભાવો પણ હાજરી આપી હતી તેમજ આ સમુહ લગ્નોત્સવને સફળ બનાવવા સમસ્ત કોળી સમાજ સમુહ લગ્ન સમીતી સહીત સમાજના તમામ લોકો અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી. આ સમુહ લગ્નને સફળ બનાવ્યો  હતો…

IMG-20230129-WA0064.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *