Gujarat

સુપ્રસિદ્ધ સાળંગપુરધામે હનુમાન જયંતિ મહોત્સવ અંતર્ગત

સાળંગપુરથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા ભવ્ય બાઈક રેલી નિકળી…
૫૦૦ બાઈક સાથે હરિભક્તોની રેલી મંદિરના પટાંગણમાંથી નીકળી બોટાદ,નાગલપર,જોટીંગડા,ટાટમ,ગોરડકા,ગઢપુર,ઉગામેડી,નિંગાળા,પાટી,સરવઈ,લાઠીદડ જગ્યાએ ફરી…
    વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી  “શ્રી હનુમાન જયંતી” બાઈક રેલીનું ભવ્યાતિભવ્ય આયોજન તા.26 માર્ચ 2023ને રવિવારના રોજ સવારે 8 કલાકે કરવામાં આવેલ જેમાં ૫૦૦ બાઈકમાં હરિભક્તોની રેલી મંદિરના પટાંગણમાંથી નીકળી બોટાદ,નાગલપર,જોટીંગડા,ટાટમ-મ,ગોરડકા,ગઢપુર,ઉગામેડી,નિંગાળા,પાટી,સરવઈ,લાઠીદડ વિગેરે જગ્યાએ ફરી ગ્રામજનો -નગરજનોને “શ્રી હનુમાન જયંતિ તેમજ દાદાના દર્શનનો મહિમા પહોંચાડી બપોરે 1 કલાકે મંદિરના પરિસરમાં પરત ફરેલ તેમજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા હરિભક્તોને રૂડા આશીર્વાદ આપી સાળંગપુરધામ ખાતે “શ્રી હનુમાન જયંતિ”- ગુજરાતના સૌથી મોટા “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય” એવં “કિંગ ઓફ સાળંગપુર-દિવ્ય અનાવરણ” ઉદ્ઘાટન મહોત્સવમાં- લોકડાયરો અનેકવિધ કાર્યક્રમોમાં  પરિવાર સાથે પધારવા એવં ભવ્યાતિભવ્ય દિવ્ય દર્શન-આરતી-અન્નકૂટના દર્શન કરવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવેલ…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

Picsart_23-03-26_19-08-45-720.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *