Gujarat

સુરતથી લાપતા 5 બાળકો ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામેથી મળી આવ્યા.

(ગુજરાત પોલીસ બાળકો ગુમ થવાની ફરિયાદથી હાઈ એલર્ટ ઉપર હતી)
ધ્રાંગધ્રા : હિતેશ રાજપરા..
સુરતના સરથાણામાં રહેતા એક પિતાએ પોતાના 5 ય બાળકો એક સાથે ગુમ થયાની અરજી સુરત સરથાણા પોલીસ સ્ટેશનમાં આપી હતી. નાના બાળકો લાપતા બનવાની અતિ સંવેદનશીલ બાબત હોય સુરત સહીત સમગ્ર ગુજરાત પોલીસ એક્શન મોડમાં હતી તયારે પિતાએ સૂચવેલ નંબર આધારે લોકેશન મેળવતા ધ્રાંગધ્રા અમદાવાદ હાઇવે ઉપર ગતિશીલ જણાઈ આવતા સર્વેલન્સ ટિમ દ્વારા સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા જાણ કરવામાં આવી હતી જેના આધારે અંતિમ લોકેશન મેળવી ચુલી ચેક પોસ્ટ ઉપર પસાર થતી તમામ બસ અને ખાનગી ટ્રાવેલ્સ સહીતની ગાડીઓ તપાસ્તાં એક ખાનગી બસમાં થી બાળકો તેની માતા સાથે મળી આવ્યા હતા. બાળકો તેની માતા સહીત ધ્રાંગધ્રા થી મળ્યા છે એવી જાણ સુરત સરથાણા પોલીસ મથકમાં કરાતા સુરત પોલીસ ધ્રાંગધ્રા આવવા રવાના થઇ હતી.

IMG-20230406-WA0430.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *