Gujarat

સુરતના ચોક બજાર વિસ્તારમાં મેટ્રો પ્રોજેક્ટનું કામ શરૂ, રસ્તા વચ્ચે આવતા ચર્ચને દૂર કરવાની કાર્યવાહી શરૂ

સુરત
સુરત શહેર માટે મેટ્રોનો પ્રોજેક્ટ ઘણો જ મહત્વકાંક્ષી છે અને તેની કામગીરી પણ હાલમાં પુરજાેશમાં ચાલી રહી છે આગામી વર્ષ સુધીમાં એક ફેઝ શરૂ થાય તે માટે કવાયત થઈ રહી છે. સુરત શહેરમાં બે કેસમાં મેટ્રો રેલ દોડશે જેમાં ફેસ વનનો રૂટ ડ્રીમ સિટી થી સરથાણાનો છે. જ્યારે કેસ ટુનો રૂટ સારોલીથી ભેસાણ સુધીનો છે. શહેરમાં મેટ્રો પ્રોજેક્ટનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે ચોક બજાર વિસ્તારથી લઈને અન્ય જગ્યાઓ ઉપર પણ મેટ્રોની કામગીરી પૂરપાટ ઝડપે શરૂ કરી દેવામાં આવી છે. શહેરના કોટ વિસ્તારની ટ્રાફિકની ભારે સમસ્યા નિવારવા માટે ભવિષ્યમાં મેટ્રો લાભદાયી બની શકે છે. સુરત શહેરના ગીચ વિસ્તાર એવા સુરત રેલવે સ્ટેશનથી ચોક બજારમાં બી મેટ્રો માટે આયોજન કરવામાં આવ્યું છે. કોટ વિસ્તારમાં મેટ્રોની કામગીરી ૃ માટે જગ્યાઓની અછત હોવાથી અનેક મિલકતનું ડિમોલીશન કે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ભુતકાળમાં ટાવર રોડ પર મોચીની ચાલનું ડિમોલીશન કરવામાં આવ્યું હતું ત્યારે પણ મોટો વિવાદ થયો હતો. પહેલા રૂટની કામગીરી અંતર્ગત ચોક બજાર વિસ્તારમાં ખૂબ જ ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે આ વિસ્તાર ખૂબ જ ટ્રાફિક વાળો અને જુના સુરતનો કોર્ટ વિસ્તાર હોવાથી અહીં ઝડપથી મેટ્રો પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે.હાલમાં ચોક બજારમાં આવેલી ૨૦૦ વર્ષ જુની ચર્ચનું મેટ્રો માટે ડિમોલીશન શરૂ કરવામાં આવતાં તે ચર્ચાનો વિષય બની રહ્યો છે. મેટ્રોના અધિકારીઓ પાસે મળતી માહિતી અનુસાર ચર્ચના ટ્રસ્ટી સાથે વાટાઘાટ કરીને સમજાેતો કરવામા આવ્યો ચર્ચના ડિમોલીશન માટે વળતર પણ ચૂકવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *