Gujarat

સુરતના ભેસ્તાન વિસ્તારમાં ઘરમાં રમતી વેળાએ ૪ વર્ષના બાળકની અન્નનળીમાં ફસાયો નટ બોલ્ટ

સુરત
સુરતમાં ફરી એક વખત વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. ભેસ્તાન વિસ્તારમાં ઘરમાં રમતી વેળાએ એક બાળક નટ બોલ્ટ ગળી ગયો હતો. જેને લઈને પરિવાર ચિંતામાં મુકાયો હતો. બાળકને લઈ પરિવાર તાત્કાલીક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચ્યો હતો. અહી એક્સ રે કરાવતા બોલ્ટ અન્નનળીમાં ફસાયો હોવાનું સામે આવ્યુ હતુ.
મળતી માહિતી અનુસાર સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા ઈમરાન શેખ કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેનો ૪ વર્ષીય પુત્ર નોમાન ઘરમાં રમી રહ્યો હતો. આ દરમ્યાન તે નટ બોલ્ટ ગળી ગયો હતો. આ બનાવની જાણ દીકરાએ પરિવારજનોને કરતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. પરિવાર બાળકને લઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો.
તબીબોએ અહીં એક્સ રે કરાવતા બોલ્ટ અન્નનળીમાં જતો રહ્યો હોવાનું જણાયું હતું. વધુમાં બાળકને કેળા ખવડાવવામાં આવી રહ્યા છે અને પાણી અપાઈ રહ્યું છે. વોર્ડમાં દાખલ બાળકને બોલ્ટ કુદરતી હાજતમાં નીકળી જાય તેવી કોશિશ હાથ ધરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *