Gujarat

સુરતમાં મોબાઇલમાં વ્યસ્ત આધેડ ચોથા માળેથી પટકાતાં મોત

સુરત
સુરત શહેરમાં ઉધના વિસ્તારમાં નિર્માણના કામકાજ દરમિયાન મોબાઇલ ફોન પર વાત કરતા પટકાયેલા આધેડનું મોત થયું છે. ઉધના ઉદ્યોગનગર ખાતે નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા આધેડનું ચોથા માળેથી પટકાતાં મોત થયું છે. આધેડ વતન ઉત્તરપ્રદેશથી ૧૦ દિવસ પહેલા જ સુરત રોજગારી અર્થે આવ્યા હતા. આધેડના મોતને પગલે એકના એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ચોથા માળેથી નીચે પટકાતા મૂળ ઉત્તરપ્રદેશના રાયબરેલીના ૫૩ વર્ષીય શિવપ્રસાદ રામપાલ ૧૦ દિવસ પહેલા રોજગારીને લઈને સુરત આવ્યા હતા. ઉધના ઉદ્યોગનગર ખાતે આવેલી નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરી રહ્યા હતા. શિવપ્રસાદ બિલ્ડિંગમાં ચોથા માળે ફોન પર વાત કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ચોથા માળેથી નીચે પટકાયા હતા.શિવપ્રસાદ ચોથા માળેથી પટકાતાં સાથી કામદારો દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે શિવપ્રસાદને મૃત જાહેર કર્યા હતા. જેથી સાથી વતનવાસીઓમાં પણ શોકનો માહોલ છવાઇ ગયો હતો. હાલ તો વતનવાસીઓ દ્વારા મૃતદેહને વતન ખસેડવાની તૈયારી કરવામાં આવી છે. શિવ પ્રસાદ ૧૦ દિવસ પહેલા જ એકલા રોજગારી માટે સુરત આવ્યા હતા. શિવપ્રસાદનો પરિવાર વતનમાં જ રહે છે, તેમને એક સંતાન પણ છે. શિવપ્રસાદનું મોત થતાં પરિવારમાં પણ શોકનો માહોલ સર્જાયો છે. શિવપ્રસાદના મૃતદેહને વતન લઈ જવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *