Gujarat

સુરતમાં યુવતીએ સગીરને આની લત લગાડીને લાખો રૂપિયા પડાવી લીધા

સુરત
તમે ઘણાં એવા કિસ્સાઓ સાંભળા હશે કે સગીરવયની છોકરીઓને બહેલાવી ફોસલાવીને તેનો દૂરઉપયોગ કરવામાં આવ્યો હોય. તેની સાથે શારીરિક અડપલાં કરવામાં આવ્યાં હોય. કેટલાંક કિસ્સામાં તેની સાથે રેપ પણ કરવામાં આવ્યો હોવાના કિસ્સાઓ અનેકવાર પ્રકાશમાં આવી ચુક્યા છે. પણ આ જે કિસ્સો છે એ એના કરતા સાવ વિપરિત છે. એક મોટી ઉંમરની પ્રેમિકાએ પોતાનાથી નાની ઉંમરના કિશોરને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો અને તેનું શોષણ કર્યું. આ કિસ્સો છે ગુજરાતના સુરત શહેરનો. આ કિસ્સો છે ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં આવેલાં કતારગામ વિસ્તારનો. કતારગામના સગીરને સુરતના અડાજણની એક અત્યંત સ્વરૂપવાન યુવતીએ મોહજાળમાં ફસાવ્યો. પહેલાં આ યુવતીએ તે કિશોરને પોતાની અદાઓથી પ્રભાવિત કરીને તેને પોતાની નજીક લાવી. તેની સાથેની દોસ્તી એટલી હદે નજીક આવી ગઈ કે, પછી દોસ્તીથી વધારે એ પ્રેમ સંબંધ અને ત્યાર બાદ તો શારીરિક સંબંધોમાં ફેરવાઈ ગઈ. તમામ પડદાઓ હટી ગયા તમામ મર્યાદાઓ તૂટી ગઈ. કિશોરને તો જાણે નાની ઉંમરમાં એ સ્વરૂપવાન યુવતીએ દોળે દહાડે તારા દેખાડી દીધાં. યુવતીએ કિશોરની પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે ઘણીવાર શારીરિક સંબંધ બાંધ્યો. પ્રેમજાળમાં ફસાવીને યુવતી આ કિશોરને અમદાવાદ અને ગાંધીનગરની હોટલોમાં લઈને આવતી હતી. આખો આખો દિવસ તેઓ હોટલના રૂમમાં પડી રહેતાં અને એકબીજામાં ખોવાઈ જતાં. યુવકને તો આ બધુ સપના જેવું જ લાગતું હતું. પણ સ્વરૂપવાન અને શાતિર યુવતી તો પોતાનું સપનું પુરુ કરવા માટે આ બધુ કરી રહી હતી. અને ઘણીવાર કોઈને કોઈક બહાનું કાઢીને તેની પાસે સારી એવી રકમ માંગી લેતી. યુવક પણ તરત પૈસા કાઢીને આપી દેતો. બાદમાં યુવતી ફરી ગઈ અને યુવકને ખોટા કેસમાં ફસાવી દેવાની વાતો કરવા લાગી. સરકારી કોલેજમાં નોકરી અપાવવાની લાલચ આપીને આ યુવતીએ યુવક પાસે રૂપિયા ૧૨ લાખ જેવી માતબર રકમ ખંખેરી નાંખી. આ ઘટનાને કારણે યુવક ડિપ્રેશ થઈ ગયો. મિત્રોની મદદથી હિંમત કરીને તેણે પોલીસ કમિશ્નર સમક્ષ આ વાતની જાણ કરી. બેવફા પ્રેમિકા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવા માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *