સુરત
સુરતમાં નાની ઉંમરમાં હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, શહેરના ભટારમાં રહેતા ૪૫ વર્ષીય નિમ્બાને ઉંઘમાં જ હાર્ટ અટેક આવ્યો હતો. નોંધનીય છે કે સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી નાની ઉંમરમાં હાર્ટ અટેકના કારણે અનેક લોકોના મોત થયા છે.સુરતના ભટાર વિસ્તારમાં ૪૫ વર્ષીય નિમ્બા રાજપૂતને ઊંઘમાં જ હાર્ટ અટેક આવ્યો હતો. દરમિયાન સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. નિમ્બા રાજપૂતને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી નહોતી. અચાનક હાર્ટ અટેકથી તેમનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. ખટોદરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલી વધુ તપાસ હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોત પાછળનું સાચુ કારણ બહાર આવશે.