આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠમાં આવેલી સૈફુલ્લાહ બાવાની ની દરગાહ ખાતે 75માં સંદલ શરીફ અને ઉર્ષ શરીફની ઉજવણી કરવામાં આવી. જેમાં યોજાનારા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં દુર દુર થી અનુયાયીઓ ઉપસ્થિત રહ્યાં હતા, સૈફુલ્લાહ બાવાની દરગાહ હંમેશાથી હિંદુ-મુસ્લિમ એકતાનું પ્રતિક છે.
દરગાહ ખાતે પ્રતિવર્ષ ઉર્ષ તથા સંદલ શરીફની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે ખાસ કરીને નડિયાદ, બાલાસિનોર, આણંદ, ચકલાસી, ભરૂચ, ગોધરા સહિતના શહેર અને ગામડાઓમાંથી બહોળી સંખ્યામાં અકિદાતમંદો પધારે છે……!!
દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ સ્થાનિક આલીમોની ઉપસ્થિતિમાં સંપન્ન કરાય હતી. સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમઝોળ રોશનીથી શણગારવામાં આવી હતી. સલાતો સલામના પઠન તેમજ ફાતેહા ખ્વાની સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. અંતમાં સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો કાયમ રહે તે માટે મુસ્લિમ બિરાદરો દ્વારા વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ


