Gujarat

સોનાના વાયદાના ભાવમાં રૂ.354 અને ચાંદીમાં રૂ.44ની વૃદ્ધિઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.84 ડાઊનઃ નેચરલ ગેસ સુધર્યુઃ મેન્થા તેલ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.10,256 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.15007 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.31 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 3,16,243 સોદાઓમાં કુલ રૂ.25,294.68 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.10,255.88 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો
રૂ.15007.73 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 88,011 સોદાઓમાં રૂ.7,520.6 કરોડનાં કામકાજ
થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,401ના
ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,800 અને નીચામાં રૂ.59,225ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં
રૂ.354 વધી રૂ.59,773ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.15 વધી રૂ.48,499
અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.17 વધી રૂ.5,962ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10
ગ્રામદીઠ રૂ.353 વધી રૂ.59,711ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.71,000ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.71,328 અને નીચામાં રૂ.70,484ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.44 વધી
રૂ.71,169ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.13 વધી રૂ.71,241 અને ચાંદી-માઈક્રો જૂન
કોન્ટ્રેક્ટ રૂ.8 વધી રૂ.71,239 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 10,527 સોદાઓમાં રૂ.1,087.62 કરોડના વેપાર થયા હતા.
તાંબુ મે વાયદો રૂ.703.35ના ભાવે ખૂલી, રૂ.2.55 ઘટી રૂ.706.60 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.2 ઘટી
રૂ.206.55 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.45 ઘટી રૂ.183ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.2.50 ઘટી
રૂ.210ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.3.15 ઘટી રૂ.205.75
સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.0.05 ઘટી રૂ.184.95 જસત-મિની જૂન વાયદો રૂ.2.55 ઘટી રૂ.210.25 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 44,743 સોદાઓમાં રૂ.1,633.91 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,004ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,021 અને
નીચામાં રૂ.5,893ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.84 ઘટી રૂ.5,952 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની
જૂન વાયદો રૂ.82 ઘટી રૂ.5,954 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.196ના ભાવે
ખૂલી, રૂ..30 વધી રૂ.195.60 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 0.3 વધી 195.7 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.13.75 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો
સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.59,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,380 અને નીચામાં

રૂ.58,720ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.460 વધી રૂ.59,340ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.80 ઘટી રૂ.951.20 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.4,627.65 કરોડનાં
7,771.636 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,892.95 કરોડનાં 407.141 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.921.94 કરોડનાં 15,49,150 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.711.97 કરોડનાં 3,62,18,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.137.15 કરોડનાં 6,658 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.29 કરોડનાં 1,582 ટન તાંબાના વાયદાઓમાં રૂ.585.41 કરોડનાં 8,245 ટન અને
જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.336.06 કરોડનાં 16,017 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં
કોટન ખાંડી વાયદામાં રૂ.9.94 કરોડનાં 1,680 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.3.81 કરોડનાં 39.6 ટનનાં કામકાજ
થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,933.674 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 724.163 ટન, તાંબાના વાયદાઓમાં 17,992.500 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 16,773 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 1,756 ટન તથા જસત અને જસત-મિનીમાં
26,054 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 14,35,190 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 5,26,25,000 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
21,888 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 248.76 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.31.07 કરોડનાં 388 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 659 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 15,980
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,090 અને નીચામાં 15,942 બોલાઈ, 148 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 62 પોઈન્ટ વધી
16,078 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.15007.73 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1256.4 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.565.74 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.12277.75 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.906.18
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.333.98 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જૂન રૂ.6,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.202.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.205.10 અને નીચામાં
રૂ.148.00ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.41.70 ઘટી રૂ.171 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.200
સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.40 ખૂલી, ઉપરમાં રૂ.12.20 અને નીચામાં
રૂ.10.95 રહી, અંતે રૂ.0.20 વધી રૂ.11.45 થયો હતો.
સોનું જુલાઈ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.700.50ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.860 અને નીચામાં રૂ.660.50ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.108.50 વધી
રૂ.845.50 થયો હતો, જ્યારે સોનું-મિની જૂન રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ
રૂ.531 ખૂલી, ઊપરમાં રૂ.649 અને નીચામાં રૂ.292.50 રહી, અંતે રૂ.64.50 વધી રૂ.628.50 થયો હતો.
ચાંદી જૂન રૂ.71,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,690ના ભાવે ખૂલી, રૂ.76 વધી
રૂ.1,909 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.71,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,725ના ભાવે

ખૂલી, રૂ.8.50 ઘટી રૂ.1,759.50 થયો હતો. તાંબુ જૂન રૂ.750 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ
રૂ.0.61 વધી રૂ.2.90 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જૂન રૂ.6,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.191ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.251 અને નીચામાં રૂ.184.40ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.40 વધી રૂ.217.30 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.190 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.10.20 ખૂલી, ઉપરમાં રૂ.10.70 અને નીચામાં રૂ.9.65 રહી, અંતે રૂ.0.05
વધી રૂ.10.25 થયો હતો.
સોનું જુલાઈ રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.359.50ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.412.50 અને નીચામાં રૂ.260.00ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.86.50 ઘટી
રૂ.266.50 થયો હતો, જ્યારે સોનું-મિની જૂન રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ
રૂ.490 ખૂલી, ઊપરમાં રૂ.542 અને નીચામાં રૂ.374 રહી, અંતે રૂ.97.50 ઘટી રૂ.392.50 થયો હતો.
ચાંદી જૂન રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,250ના ભાવે ખૂલી, રૂ.40 વધી
રૂ.1,192 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,085ના ભાવે
ખૂલી, રૂ.54 વધી રૂ.1,067.50 થયો હતો. તાંબુ જૂન રૂ.710 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલો દીઠ
રૂ.2.03 વધી રૂ.13.33 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *