Gujarat

સૌથી મોટો મૂર્ખ કોન?

એક ઘણા જ ધનવાન વેપારી હતા.તેમને મહેનત કરીને ઘણી જ સંપત્તિ ભેગી કરી હતી.તેમનો એક શંભુ નામનો નોકર હતો જે પોતાના પગારમાંથી અડધા કરતાં વધુ રકમ દીન-દુઃખી અને ગરીબોની સેવા કરવામાં વાપરતો હતો.વેપારી દરરોજ તેને ધન બચાવવાની શિક્ષા આપતો હતો કે પરીવારના ભરણ પોષણ અને ભવિષ્યમાં આવનારી આકસ્મિક તકલીફ માટે થોડા ઘણા ધનની બચત કરવી જોઇએ પરંતુ શંભુ ઉપર તેની કોઇ અસર થતી નહોતી તેથી શેઠ તેને મૂર્ખ કહેતા હતા.એક દિવસ શેઠે કંટાળીને શંભુને એક ડંડો આપ્યો અને કહ્યું કે જ્યારે તને તારા કરતાં મોટો મૂર્ખ મળે તેને આ ડંડો આપી દેવો.શેઠ અવાર નવાર શંભુને પુછતા હતા કે તારા કરતાં મોટો મૂરખ તને મળ્યો? શંભુ નમ્રતાથી ના પાડતો હતો.

એકવાર શેઠ બિમાર પડે છે.રોગ એટલો ગંભીર હતો કે શેઠ મરણાસન્ન થઇ ગયા.શેઠે અંતિમ સમયે શંભુને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે હવે હું આ સંસાર છોડીને જઇ રહ્યો છું,ત્યારે શંભુ કહે છે કે માલિક મને પણ તમારી સાથે લઇ જાઓ.ત્યારે શેઠ પ્રેમથી શંભુને કહે છે કે મૃત્યુ પછી કોઇ કોઇની સાથે જતું નથી ત્યારે શંભુ કહે છે કે શેઠજી આપ ધન-દૌલત,સુખ-સુવિધાનો સામાન સાથે લઇ જાઓ જેથી મૃત્યુ બાદ જ્યાં જાઓ ત્યાં આરામથી રહી શકો,ત્યારે શેઠ કહે છે કે ગાંડા ! મૃત્યુ પછી અહીની કોઇ ચીજ વસ્તુઓ સાથે લઇ જઇ શકાતી નથી,તમામે એકલા ખાલી હાથે જ જવું પડે છે.સ્ત્રી પૂત્ર-પરીવાર ધન-દૌલત બંગલા-ગાડી અહી જ રહી જાય છે.

ત્યારે શંભુ કહે છે કે તો પછી આ ડંડો તમે જ રાખી લો.જો અહીની કોઇ ચીજવસ્તુઓ લઇ જવાની જ ના હોય તો આપે આખી જીંદગી ધન-દૌલત અને સુખ-સુવિધાઓ ભેગી કરવામાં જીંદગી વેડફી નાખી. આપે સમગ્ર જીવન દરમ્યાન કોઇ દાન-પુણ્ય કે ભગવાનનું ભજન સેવા સુમિરણ સત્સંગ તો કર્યું જ નથી, કોઇ સતકર્મ કર્યું નથી,જરૂરતમંદોની સેવા કરી નથી તેથી આ ડંડાના સાચા હકદાર તો આપ જ છો અને આપ સમજી ગયા હશો કે મારા કરતાં પણ મોટો મૂરખ કોન છે? આ સાંભળી શેઠ શાંત થઇ ગયા.

આ કથા આપણને એ બોધ આપે છે કે અમે ધન-સંપત્તિ ભેગી કરવામાં એટલા સ્વાર્થી બની ગયા છીએ કે કાલે અમારૂં મૃત્યુ થશે તો ! તેના પરીણામનો વિચાર કરતા જ નથી.જે પ્રભુ પરમાત્માએ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે,પાલન-પોષણ કરે છે તેમને યાદ કરવાનું તો ભૂલી જ ગયા છીએ.

સંત નિરંકારી મિશનના પ્રસિદ્ધ ગ્રંથ અવતારવાણીમાં કહ્યું છે કે..અતિકૃપા ભગવાને કરીને આપી સુંદર કાયા છે,આ તો થાપણ છે ઇશ્વરની જેને સહુને બનાવ્યા છે.મનનું માનીને તૂં મુરખ વ્યર્થ જ કષ્ટ ઉઠાવે છે,મારૂં મારૂં કહીને મૂરખ ખોટો અહમ્ વધારે છે.ભવ્ય ઇમારત કુટુંબ-૫રીવાર આ તો સઘળી માયા છે,દ્દશ્યમાન છે સકળ વિનાશી હરતી ફરતી છાયા છે.જે જે વસ્તુ છે જગમાંહી પ્રભુ તણી જે માને છે,એ જ કમળવત્ નિર્લે૫ રહીને સાર આ જગનો જાણે છે.જેનું છે તન એનું સમજો આ બધું સર્જનહારનું છે, કહે અવતાર આ પહેલી પ્રતિજ્ઞા તન મન ધન નિરાકારનું છે..

મૃત્યુના સમયે સગાં-સબંધીઓ કોઇ જીવની સાથે જતા નથી.જીવ પોતાના સારા-નરસા કર્મો, મન અને ઇન્દ્રિયોના સૂક્ષ્મરૂ૫ સહિત ૫હેલાંના શરીરને છોડીને બીજા શરીરમાં જાય છે.જ્ઞાન ભક્તિ સંપન્ન કર્મ કરેલા હશે તો મુક્ત થઇ જવાશે એટલે પરીવાર તથા સબંધીઓના મોહમાં ૫ડીને ક્યારેય એવા કર્મ ના કરવા જોઇએ કે જે અમોને ભવિષ્યમાં મૃત્યુ ૫છી દુઃખદાયી થાય.સંસારના તમામ સબંધો અસત્ય અને કલ્પિત છે.

વિદ્રાનોએ આ શરીરને પાણીના પરપોટા જેવું ક્ષણભંગુર તેમજ નાશવાન બતાવ્યું  છે.એક ક્ષણ પછી આ જીવન રહેશે કે કેમ ? તેનું કોઇ પ્રમાણ નથી, એટલે કેઃતમામ પ્રાણીઓનું જીવન પ્રતિક્ષણ વિનાશની તરફ જઇ રહ્યું છે, એટલે મનુષ્યએ નિરંતર પ્રભુ પરમાત્માનનું જ ચિંતન કરવું.ધર્મકાર્ય-સત્કાર્યને કાલ ઉ૫ર કયારેય ના છોડવું.કાલે કરવાનું કામ આજે જ કરી નાખવું, કારણ કેઃ મૃત્યુ એ નથી જોતું કે તેનું કામ હજુ પુરું થયેલ નથી.માનવ ભાવિ આયોજનો કરતો રહે છે અને મૌત તેને લઇને ચાલ્યું  જાય છે.મન અત્યંત ચંચળ છે.આ ક્ષણે તે જે વિચાર કરે છે, બીજી જ ક્ષણે તે બદલાઇ જાય છે, એટલે જે ક્ષણે સારો વિચાર આવે તેને તે જ ક્ષણે કાર્યરુ૫ આપી સં૫ન્ના કરવાનો યથાશક્તિ પ્રયત્ન  કરવો જોઇએ.

આ દિવ્ય મનુષ્ય શરીર જીવને ભગવાને અતિકૃપા કરીને જન્મ-મૃત્યુરૂ૫ સંસાર સાગર તરવા માટે પ્રદાન કરેલ છે.માનવશરીરરૂપી આ સુદ્દઢ નૌકાને જો અમે ભવાબ્ધિ તરવાનું,પાર ઉતરવાનું સાધન નહીં બનાવીએ તો તે માનવજીવન વ્યર્થ છે.નાવ કે જહાજ પ્રાપ્તિની સાર્થકતા સાગર પાર કરવામાં જ છે, વચ્ચે સ્થિત રહીને ચંચલ લહેરોના ક્ષણિક સૌદર્યને જોવા માટે નથી.જો અમે આ સુદ્દઢ માનવશરીરરૂપી નૌકાને વિષયસુખના ઘાટ ઉ૫ર જ બાંધી રાખીશું તો મૃત્યુપાશથી મુક્ત થઇ શકીશું નહીં.

 

વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Vinod.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *