સોમનાથ ખાતે તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત હેન્ડલૂમ અને હેન્ડીક્રાફટ પ્રદર્શનની મુલાકાત લેતા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રવાસનમંત્રી શ્રી મુળુભાઇ બેરા સહિતના મહાનુભાવો*
*મંત્રીશ્રીઓએ વિવિધ સ્ટોલોની મુલાકાત લઈ રસપૂર્વક નિરીક્ષણ કર્યું અને સ્ટોલ ધારકોને પ્રોત્સાહન આપ્યું*
ગુજરાત અને તમિલનાડુ વચ્ચેના ઐતિહાસિક સાંસ્કૃતિક સંબંધોને ભવ્ય રીતે ઉજાગર કરવા ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્ર્મ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત ભારત સરકારના કાપડ મંત્રાલય અંતર્ગતના હેન્ડલૂમ અને હેન્ડીક્રાફટ ડેવલપમેન્ટ કમિશનર અને નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા હેન્ડલૂમ અને હેન્ડીક્રાફટ પ્રદર્શન પણ યોજાઈ રહ્યું છે. સંગમ કાર્યક્ર્મ અંતર્ગત આજે સૌરાષ્ટ્રીયન તમિલ મહેમાનો સાથે સંવાદ કર્યા બાદ ગુજરાત સરકારના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રવાસનમંત્રી શ્રી મુળુભાઇ બેરા સહિતના મહાનુભાવોએ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીઓએ ભાવનગર યુનિવર્સિટીના સ્ટોલ પર ડ્રોન સ્ટાર્ટઅપ અને ફેરોફ્લુઇડ્સ પ્રોજેકટ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સ્ટોલમાં ફળોની અલગ અલગ સુધારેલી જાતો, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સ્ટોલ પર હસ્તપ્રતોના લેખન અને જાળવણીની પુરાતન શૈલી વગેરેમાં વિશેષ રસ લઇ વિસ્તારથી માહિતી મેળવી હતી.મંત્રીશ્રીઓએ વિવિધ સ્ટોલોની મુલાકાત લઈ સ્ટોલધારકો પાસેથી વિવિધ વસ્તુઓ અંગેની ઝીણવટપૂર્વક માહિતી મેળવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. મંત્રીશ્રીઓએ કારીગરોની મહેનતને બિરદાવી તેમની કલા માટે અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રદર્શનમાં હેન્ડીક્રાફટ અંતર્ગત કચ્છ એમ્બ્રોડરી, તમિલ કલમકારી, એપ્લિક વર્ક, વુડન આર્ટ તેમજ હેન્ડલૂમ અંતર્ગત પટોળા વણાટ, હાથ વણાટની વિવિધ બનાવટો વગેરેના સ્ટોલો આવેલા છે, જેમાં તામિલનાડુના વેપારીઓના સ્ટોલ પણ છે હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


