સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સુરક્ષા સેતુ અંતર્ગત ગુજરાતમાં સ્ટુડન્ટ પોલીસ કેટેટ નામની મહત્વની યોજના કાર્યરત છે જેની સંપૂર્ણ જવાબદારી ગુજરાતના બાહોશ IPS હસમુખ પટેલ સાહેબને આપેલ છે .આ યોજના વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવા તેમજ કાયદો ,સન્માન, ક્ષમતા, શિષ્ત જેવા આદર્શ ગુણો સૂચિત કરવામાં આ તાલીમ મહત્વની બની રહેશે. એસપીસી અંતર્ગત તારીખ ૨૭-૨-૨૦૨૩ ના રોજ સાવરકુંડલાની પે.સેન્ટર શાળા નંબર ૧ અને બ્રાન્ચ શાળા નંબર ૪ ના વિદ્યાર્થીઓએ સાવરકુંડલાના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં સૌથી પહેલા સાવરકુંડલાના પ્રખ્યાત અજંટા ફેક્ટરીની મુલાકાત લીધી હતી. અહીંની કેન્ડી, કોન, આઈસ્ક્રીમ આખા ગુજરાતમાં પ્રચલિત છે. અહીં વિદ્યાર્થીઓને સમગ્ર પ્લાન્ટની મુલાકાત અને સમજૂતી અપાય હતી .જેમાં કેન્ડી ,આઈસ્ક્રીમ , કોનની બનાવટ પેકિંગ ડિસ્ટ્રિબ્યુશન અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી તેમજ એસપીસીના વિદ્યાર્થીઓને કોન ખવડાવ્યા હતા .જેથી વિદ્યાર્થીઓ ખુશ ખુશાલ થઈ ગયા હતા. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને કાનાતળાવ સ્થિત ઉષામૈયાના આશ્રમે મુલાકાત કરાવી હતી અહીંનું રમણીય વાતાવરણ જોઈને સૌ વિદ્યાર્થીઓ તેમજ પોલીસ સ્ટાફ, શિક્ષક પણ ખુશ ખુશાલ થઈ ગયા હતા. સેવાના ભેખધારી ઉષામૈયા દ્વારા વિદ્યાર્થીઓને સમાજસેવા. દેશ સેવા તેમજ દેશ માટે જરૂર પડે તો બલિદાન આપવાની હાકલ કરી હતી. એસપીસીના વિદ્યાર્થીઓને મોતીચૂરના લાડવા, ગાંઠિયાનો નાસ્તો કરાવ્યો હતો. તેમજ બધાને ત્યાંની ગૌશાળાની ગાયોના દૂધની લસ્સી પાય હતી .તેમજ ગૌશાળાની મુલાકાત પણ લીધી હતી .અંતમાં તમામ વિદ્યાર્થીઓ તથા સ્ટાફ ઉષામૈયાના આશીર્વાદ લઈને ત્યાંથી નીકળ્યા હતા. ત્યાંથી તમામ વિદ્યાર્થીઓ હિપાવડલીવાળા શ્રી દેવચંદભાઈના હીરાના કારખાનાની મુલાકાત લીધી હતી. સાવરકુંડલા ખાતે આ એકમાત્ર કારખાનું છે જ્યાં અધતન ટેકનોલોજી દ્વારા હીરા તૈયાર થાય થાય છે.
અહીં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિભાગોનું નિદર્શન કર્યું હતું તેમજ અહીં સમજાવવામાં આવ્યું હતું કે હીરો કઈ રીતે તૈયાર કરવામાં આવે છે. અહીં તમામ વિદ્યાર્થીઓને કેન્ડી ખવડાવવામાં આવી હતી. ત્યારબાદ એસપીસીના તમામ વિદ્યાર્થીઓને પે.સેન્ટર શાળા નંબર એક ખાતે ઉતારવામાં આવ્યા હતા. અને વિઝિટ પૂર્ણ કરવામાં આવી હતી .આ સમગ્ર વિઝીટ માટે અમરેલી ડીએસપી કચેરીમાંથી પોલીસ બસ ફાળવવામાં આવી હતી. સમગ્ર વિઝીટને સફળ બનાવવા સાવરકુંડલાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. સોની સાહેબ તથા પોલીસ સ્ટાફ મહેશભાઈ ભટ્ટ,કિરણબેન તેમજ પે.સેન્ટર શાળા નંબર એકના શિક્ષક શ્રી હિતેશભાઈ જોશી તેમજ બ્રાન્ચ શાળા નંબર ૪ના શિક્ષક શ્રી વર્ષાબેન કોઠીયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી


