વંથલીના રાહુલ ભટ્ટીના ઘરે થોડાં દિવસો પૂર્વે દીકરાનો જન્મ થયો હતો. જેથી તેમના પત્નીને મુખ્યમંત્રી માતૃ વંદન યોજના હેઠળ પોષણ માટે મળતી સહાયનો પ્રશ્ન તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં કલેકટર શ્રી અનિલકુમાર રાણાવાસીયા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
આ સંદર્ભે રાહુલ ભટ્ટી કહે છે કે, કલેક્ટરશ્રીએ અમારા પ્રશ્નને ખૂબ સારી રીતે સાંભળ્યો તો ખરો. સાથે જ પરિવારજનોની કામગીરી, પીએમ કિસાન યોજના હેઠળ મળતી સહાય વગેરે સરકારી મળતા લાભોની પૃચ્છા કરી હતી. વહીવટી તંત્રના આ અભિગમથી ખૂબ ખુશી થઈ, આ સ્વાગત કાર્યક્રમ થકી સહાયની ખાતરી મળી છે. તેમ જણાવતા શ્રી ભટ્ટીએ રાજ્ય સરકાર અને કલેક્ટરશ્રીનો આભાર પ્રગટ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ એપ્રિલ માસના અંતિમ સપ્તાહ દરમિયાન સ્વાગત કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તાલુકા કક્ષાના કાર્યક્રમમાં કલેકટર શ્રી અનિલકુમાર રાણાવાસિયા સહિતના અધિકારીઓ લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે અને રજૂ થયેલા પ્રશ્નો સંદર્ભે ત્વરિત નિરાકરણ માટે માર્ગદર્શન અને જરૂરી દિશાનિર્દેશ આપી રહ્યા છે. આમ, પ્રજાકીય પ્રશ્નોના નિવારણના દિશામાં ઝડપભેર કામગીરી થઈ રહી છે.


