Gujarat

હજયાત્રીઓ માટે  વેકસીનેશન કાયૅક્રમ યોજાયો.

મકસુદ કારીગર,કઠલાલ
હજ કમીટી ઓફ ઈન્ડિયા ધ્વારા ચાલુ વષૅ 2023 મા ખેડા જિલ્લામાં થી હજયાત્રા એ જનાર હજયાત્રીઓ માટે  વેકસીનેશન કાયૅક્રમ યોજાયો.
સીવીલ હોસ્પિટલ નડિયાદ તથા નડિયાદ સુન્ની વહોરા સમાજ ના સંયુક્ત ઉપક્રમે હજ યાત્રીઓને વેકસીનેશન નો કાયૅક્રમ નુતન નગર સોસાયટી પાસે આવેલ અબૅન હેલ્થ સેન્ટર નડિયાદ ખાતે યોજાઈ ગયો. જેમા 353 જેટલા હજયાત્રીઓ એ વેકસીનેશન નો લાભ લીધેલ હતો. જેમા સીવીલ હોસ્પિટલના ડોક્ટર રૂહાન કુરેશી અજીજખાન પઠાણ સમીના વોરા  મયુર પરમાર તથા સીવીલ હોસ્પિટલ નડિયાદ ના તાલીમાર્થી ઓએ સુદર સેવા આપી હતી. આ કાયૅક્રમ ઈસ્માઈલભાઈ બાબુના તથા ગફફારભાઈ દમણીના સહયોગ થી યોજવામાં આવ્યો હતો. કાયૅક્રમ ને સફળ બનાવવા હબીબ શાભઈ સાદીક વડતાલા સતતાર હાજીના શહેજાદ ગલુ આરીફ રામોલા
 મહંમદ હનીફ શેખ સોહેલ બલોલ વગેરેએ સહયોગ કયોૅ હતો.
 વેકસીનેશન ફરજિયાત હોઈ હજુ પણ જે હાજી ને વેકસીનેશન બાકી હોય તેમણે અજીજખાન પઠાણ સીવીલ હોસ્પિટલ નડિયાદ મો. નં. 9925955930 પર કોન્ટેક્ટ કરવા જણાવેલ છે.

IMG-20230510-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *