Gujarat

હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાલનપુર એલસીબી પુલિસ દ્વારા 2 બાઈક ચોર સાથે 5 બાઇક કબજે કરી છે.

*ચોરો દ્વારા 2 બાઈક તથા બીજા અન્ય 3 બાઈક કોટડા સાવણી ખાતે છુપાવી રાખેલા હોવાની કબુલાત કરી હતી*
દાંતા તાલુકામાં બાઇક ચોરીની ઘટનાઓ બનતી હોય છે. તો દાંતા તાલુકાના અનેકો વિસ્તારોમાં પણ બાઇક ચોરીઓની ઘટનાઓ જોવા મળતી હોય છે. તો બાઇક ચોરીની અમુક ઘટનાઓના CCTV ફૂટેજ પણ સામે આવતા હોય છે. જેને લઈને પોલીસ કોઈપણ ગુનાહિત પ્રવતીને રોકવા માટે પોતાની કામગીરી કરતી હોય છે. ગઈકાલે પાલનપુર એલસીબી પુલિસ દ્વારા હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2 બાઈક ચોર સાથે 5 બાઇક કબજે કરી છે.
*બોક્સ..*
*પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી*
ગઈકાલે એલ.સી.બી સ્ટાફ ના માણસો હડાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકતના આધારે ખેરોજથી હડાદ તરફ બે વ્યક્તિ નંબર પ્લેટ વગરના જેમાં એક હીરો એચ.એફ ડીલક્ષ તથા એક બજાજ પલ્સર શંકાસ્પદ બાઈક ચોરી કે છળકપટથી મેળવી લઇ આવનાર છે. જે બાતમીના આધારે માંકડચંપા ત્રણ રસ્તા પર નાકાબંધી કરી બાતમીવાળા બાઈક ઉપર બે ઇસમો ખેરોજ તરફથી આવતાં તેઓને રોકાવી બન્ને ઇસમોના નામ પુછતાં તેઓએ પોતાનું નામ મોહમદ આવેશ સાગીરહુસૈન (કોટડા છાવણી, (રાજ.) વાળો) અને ઉસ્માન વાઘાભાઇ ગમાર, ઉપલી સુબરી (તા.કોટડા (રાજ) વાળો) હોવાનું જે બન્ને પાસેથી બાઇકોના કાગળ માંગતા કોઈપણ બાઇકના કાગળ ન હોવાના કારણે વધુ પૂછપરછ કરતાં બાઇક ચોરીની કબૂલાત કરી અને ઇડર પો.સ્ટે ગુનામાં નાસતા-.ફરતા હોવાનું જણાવેલું તેમજ આ બંન્ને આરોપીઓની ઉંડાણપૂર્વક પુછપરછ કરતાં પોતાની પાસે હાજર મળી આવેલા 2 બાઈક તથા બીજા અન્ય 3 બાઈક કોટડા સાવણી ખાતે છુપાવી રાખેલા હોવાની કબુલાત કરી હતી.
*બોક્સ..*
*જપ્ત કરેલા બાઈકની વિગત*
• હીરો એચ.એફ.ડીલક્ષ GJ-09-DH-0298, કિંમત ૪૦,૦૦૦/-
• બજાજ પલ્સર GJ-08-AM-7525 DHZCDG85327 MD2A1ICZ9DCG05797, કિંમત ૪૦,૦૦૦/-
હીરો એચ.એફ.ડીલક્ષ HA11EEC9J08633 – ૨૫૦૦૦/-
હીરો સ્પ્લેન્ડરપ્લસ GJ-09-CT-2459 HA10ERGHG65906 MBLHA10CGGHG74816, કિંમત ૩૦૦૦૦/-
• હીરો સ્પ્લેન્ડરપ્રો HA11EJF2H40122 MBLHA10BBHM00292 કિંમત ૩૦૦૦૦/-
આમ કુલ 5 બાઈક કિં.રૂ.1,65,000/-નો મુદ્દામાલ CRPC કલમ.102 મુજબ કબ્જે કરવામાં આવેલ છે અને હડાદ પો.સ્ટે.આગળની કાર્યવાહી કરવા સારૂ સોંપેલ છે.

B612_20230414_210428_485.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *