હર હર મહાદેવ, ૐ નમઃ શિવાય ના નાદ સાથે દામનગરમાં મહા શિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી. દેવોના દેવ મહાદેવ ની મહારાત્રિ એટલે શિવરાત્રી પર્વની દામનગર અને અમરેલી જિલ્લામાં ઉમંગ – આસ્થા – અં અને શ્રદ્ધાભેર ઊજવણી કરવામાં આવી હતી. વ્હેલી સવારથી શિવભક્તિ શિવાલયોમાં જઈને અભિષેક , શિવલિંગ ઉપર જળ અને દૂધની ધારાઓ, બિલ્વી પત્ર ચડાવી, મહા મૃત્યુંજય ના જાપ કરી ધાર્મિક પરંપરાને જાળવી રાખી સમગ્ર પંથક શિવમય બન્યો હતો.અને યથા શક્તિ પુણ્ય – દાન કરી દામનગર શહેરમાં આવેલ પૌરાણિક શ્રી વૈજનાથ મહાદેવ અને શ્રી કુંભનાથ મહાદેવ મંદિરે મહા શિવરાત્રી પર્વની ઉજવણી કરી હતી. ( અતુલ શુક્લ.)


