કુટુંબ, પરિવાર, સમાજ, દેશ આ બધા વચ્ચે સામાન્ય બાબત કઈ છે! એક જ ચર્ચા વગર ના તારણ .આ તારણ કઈ રીતે મેળવવામાં આવે છે? કોઈએ વિચાર કર્યો નથી,જે જોયું,સાંભળ્યું એ તરત ફેલાવી દો ,એ જ ચાલી રહ્યું છે અને ચાલતું રહેશે. પહેલાં વાત ફેલાવાનું માધ્યમ લોકોની ભીડ જે કંઈપણ રીતે ભેગી થઈ હોય, ઉદાહરણ તરીકે જોઈએ તો મિત્રો વચ્ચે થતી વાત કોઇ અલગ જ વ્યક્તિ પાસે જાય અને એ બીજા વ્યક્તિ પાસે આમ કરતાં કરતાં જે વાત હોય એ એટલી હદે ફેરવાઈ ગઈ હોય કે હકીકત જ્યારે સામે આવે ત્યારે એનું અલગ જ સ્વરૂપ ધારણ કર્યું હોય, એવું જ અત્યારના અત્યાધુનિક સમયમાં મોબાઈલ દ્વારા અનેકો અનેક એપ્લિકેશન થી થઈ રહ્યું છે, આ મોબાઈલ યુગમાં ઘરની બહાર કે ઘરની અંદર થતી વાત કોઈ બીજા અજાણ્યા વ્યક્તિ પાસેથી પ્રાપ્ત થાય છે. કારણ !એ છે કે આપણને સૌને દૂર રહેતા સંબંધ વિકસાવવાની તાલાવેલી હોય છે અને આ જ તાલાવેલી ઘરના સંબંધોના સરવાળા માં બાદબાકી કરી દે છે, અને પછી ફેલાઈ છે એવો સ્ત્રોત કે ત્યાં માત્ર આક્રોશ ,દેકારો જ હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ સ્ત્રી સાથે દુષ્કર્મ કરવામાં આવે અને એ વાત જાહેર થઈ કે બધા ખુલ્લી આંખે પાટા બાંધીને દેકારો કરી વખોડવાનું શરૂ કરી દેશે, કોઈના અંગત જીવનની વાતો ચગાવીને એટલી ખેંચશે કે ચ્યુઇંગમ પણ ઓછી હોય એવું લાગે. ભાવ વધારો થયો, એટલે મધ્યમ વર્ગના લોકો ગરીબ બની ગયા હોય એવાં પ્રદર્શન કરવા લાગી જાય, પરંતુ જયારે પગાર વધારો થાય છે ત્યારે કેમ પ્રદર્શન નથી કરતાં!?
મલ્ટીપ્લેક્સ, હોટેલ, પ્રવાસ,અને ખોટા સ્ટેટ્સના જાળ હેઠળ મોંઘીદાટ અંગ્રેજી ભાષામાં શાળામાં અભ્યાસ કરાવવાનો આગ્રહ રાખવો એ ત્યારે કોઈ વ્યક્તિ નથી બોલતું !
માતા પિતાની સેવા કરવાની થાય તો ભાગલા પાડો ,નહિતર આશ્રમના આશરે . દરેક વ્યક્તિને સમજણ, બુદ્ધિ આપી છે પરંતુ ઉપયોગ કરવામાં આળસ અથવા ઉતાવળ નડે છે.
હર્ષા દલવાડી તનુ
જામનગર.


