– ભવ્ય દિવ્ય સંગીતમય ૧૧ દિવસ સુધી સવારે અને સાંજે એમ બે સમય સુધી કથા કરવામાં આવી
– દિવસે ૧૦૧ કુંડી શ્રી રામદેવ મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો
– બાબા શ્રી રામદેવ કથામાં મોટી સંખ્યામાં ભક્તો કથાનો લાભ લીધો
એંકર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં સૌ પ્રથમવાર બાબા શ્રી રામદેવ નું કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ભવ્ય દિવ્ય સંગીતમય ૧૧ દિવસ સુધી સવારે અને સાંજે એમ બે સમય સુધી કથા કરવામાં આવી રહી છે. જ્યારે છેલ્લા દિવસે ૧૦૧ કુંડી શ્રી રામદેવ મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો.
વિઓ૦૧
હિંમતનગર શહેરના બેરણા રોડ પર આવેલા મોદી ગ્રાઉન્ડ ખાતે સૌ પ્રથમવાર બાબા શ્રી રામદેવ કથા કરવામાં આવ્યું છે. બાબા શ્રી રામદેવ કથાનો તારીખ ૫ થી ૧૫ સુધી નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથામાં સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ ત્યારબાદ સાંજે ૭:૩૦ થી ૧૦:૩૦ સુધી કથાકાર પ્રવક્તા સ્વામી શ્રી મૂલયોગીરાજ આશ્રમ રામદેવરા દ્વારા સંગીતમય કથાનો રસપાન કરાવ્યા હતા. કથાના પ્રારંભે બાબા શ્રી રામદેવ ની કથાનો પ્રારંભ થયો હતો. કથાના પ્રારંભે વહેલી સવારે મહાવીરનગર વિસ્તારમાં પંચદેવ મંદિરથી પોથીયાત્રા નીકળી હતી. રણુંજાનાથી યોગી મહારાજ દ્વારા ૧૧ દિવસ સુધી રામદેવ કથા કરી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને ભાઈ જોડાયા હતા. જ્યારે મોદી ગ્રાઉન્ડ ખાતે પોથીયાત્રા પોહચતા દીપ પ્રાગટ્ય કરીને કથાની શરૂઆત કરી હતી. જ્યારે કથાનો આજે પૂર્ણાહુતિ હતી.જેમાં ૧૦૧ કુંડી શ્રી રામદેવ મહાયજ્ઞ સવારે ૮ કલાકે રાખવામાં આવ્યું હતું. ૧૦૧ કુંડી યજમાનો હોમ હવનમાં યજમાન તરીકે લાભ લીધો હતો. બાબા શ્રી રામદેવ કથામાં સાધ્વી શશી ગૌતમ, રામદેવરા દ્વારા ભજન અને સંતવાણી ગાયક તરીકે કથામાં જોડાયા હતા. બાબા શ્રી રામદેવ કથામાં મોટી સંખ્યામાં ભક્તો કથાનો લાભ લીધો હતો.
