મકસુદ કારીગર,કઠલાલ
કપડવંજ તાલુકાના હીરાપુરા મુકામે હીરેશ્વર મહાદેવ ના પાટોત્સવ નિમિત્તે હીરાપુરા યુવક મંડળ દ્વારા કપડવંજ રેડક્રોસ બ્લડ સેન્ટરના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
હીરાપુરા ગામના યુવાનો દ્વારા સ્વૈચ્છીક રક્તદાન થકી ૩૫ બોટલનું રક્તદાન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્લડબેંક ના મેડિકલ ઓફિસર ર્ડા. મનુભાઈ ગઢવી, ટેકનિકલ ઓફીસર રાહુલ પરમાર, ચૈતાલી કાપટેલ, ચિરાગ પરમાર, વસંતભાઈ ભટ્ટ તેમજ સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.


