Gujarat

૧૦૦ વિદ્યાર્થીઓએ સોફ્ટ સ્કીલ ટ્રેઈનીંગનો લાભ મેળવ્યો

કૃષિ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ પોતાની રીતે વ્યવસાય ઉભો કરે એટલે કે, જોબ ક્રીએટર બને તે માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગમાં સોફ્ટ સ્કીલ ટ્રાઈનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો હતો.

સોફ્ટ સ્કીલ્સની ઉપયોગીતાને ધ્યાનમાં રાખીને  એક દિવસનો સોફ્ટ સ્કીલ્સ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળની ખાપટ, મોટા ભંડારીયા, જૂનાગઢ સહિતની કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. National Agricultural Higher Education Project (NAHEP) યોજના હેઠળ Development of Soft Skills forr Entrepreneurship among Agri-Graduates તાલીમમાં શક્તિમાન, એગ્રો વિકાસ, કોકો એનીટાઈમ, કૃષિસારંગ એગ્રી કલીનીક અને ક્રિષ્ના ફાર્મ એન્ડ નર્સરીનાં ઉદ્યોગ સાહસિકોનાં પ્રતિનિધિઓએ પોતાના વ્યવસાય એંગે માર્ગદર્શન આપ્યું હતું. તદઉપરાંત વિદ્યાર્થીઓમાં ક્રિએટીવીટી ડેવલોપ કરવા માટે સાયકોલોજીકલ ગેમ્સ યોજવામાં આવી હતી.

 કુલપતિશ્રી ડો. વી.પી. ચોવટિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ વર્કશોપમાં સંશોધન નિયામક શ્રી અને NAHEP યોજનાના વડા શ્રી ડો. એચ. એમ. ગાજીપરા, એગ્રીકલ્ચર ફેકલ્ટીના ડીન શ્રી ડો. એસ. જી. સાવલિયા, વિદ્યાર્થી કલ્યાણ નિયામકશ્રી ડો. આર. એમ. સોલંકી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યાં હતા. આ વર્કશોપનું  સઘળું આયોજન કૃષિ અર્થશાસ્ત્ર વિભાગના વડા શ્રી ડો. વી. ડી. તારપરા અને સંયોજક શ્રી  ડો. બી. સ્વામીનાથન દ્વારા કરવામાં આવ્યું  હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *