નિયામક શ્રી આયુષની કચેરી દ્વારા પ્રેરિત, આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ જૂનાગઢ ના સહકારથી દોમડીયા વાડી, જૂનાગઢ ખાતે આયુષ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં ૧૯ હજાર જેટલા લોકોએ આયુર્વેદની વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત જૂનાગઢના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા ના હસ્તે કરવામા આવ્યુ હતુ.
આયુષની વિવિધ પદ્ધતિઓ દ્વારા થતા નિદાન અને સારવારમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો તથા ત્યાં ઉપલબ્ધ આયુર્વેદ ઔષધી, રસોડા અને ઘર આંગણાની ઔષધીઓનું પ્રદર્શન, આયુષની વિવિધ પદ્ધતિઓનું નિદર્શનનો પણ જૂનાગઢ ના નગરજનો તથા શાળાના વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં તંદુરસ્ત બાળ સ્પર્ધા જેમાં આઇસીડીએસ તથા શહેરાના કુલ -૫૦ બાળકો એ, યોગાસન સ્પર્ધા વર્ષ ૬ થી ૬૦ સુધીના ઉંમરના ૧૮૦- લોકોએ ભાગ લીધો હતો , ૬૦ વર્ષની ઉંમર પછી પણ તદુરસ્ત આયુષ્ય ધરાવતા લોકોને પોત્સાહન મળે તથા તેમના તરફથી પ્રેરણા લઇ અન્ય લોકો પણ તંદુરસ્ત વયસ્ક તરીકે જીંદગી જીવે તેવી પ્રેરણા આપતી સ્વાસ્થ્ય સ્પર્ધા ઋષિ ચ્યવન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં ૩૫ વયસ્કોએ ભાગ લીધો હતો, આરોગ્યપ્રદ વાનગી કે જે ખાસ કરીને પોષણના અભાવ યુક્ત બાળકો ખાસ કરીને આઇસીડીએસના તેમને પોષણ યુકત આહાર મળી રહે તેને ધ્યાને રાખીને આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં આયુર્વેદ અનુસાર પોષણ તથા તદુરસ્તી જણવાઇ રહે તે પ્રકારની વાનગી બનાવવાની સ્પર્ધા નું આયોજન કરેલ હતું ,જેમા-૬૫ સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ તમામ સ્પર્ધના વિજેતાઓને પ્રોત્સાહક ઇનામો અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત રોગ પ્રતિકારવર્ધક ઉકાળાનો ૩૦૦૦ લોકોએ , હોમિયિપેથી દવા આર્સેનિક આલ્બાનો ૩૩૦૦ લોકોએ લાભ લીધો હતો,આયુર્વેદની તાત્કાલિક સારવાર ગણાતા અગ્નિની કર્મ ચિકીત્સાનો ૩૦૦ લોકોએ લાભ લીધો હતો જેમાં ખંભાના દુખાવા સાંધાના દુખાવા પગની એડીના દુખાવા ખાસ સમાવેશ હતો. ઉપરાંત જુના ચામડીના રોગની અંદર રકત મોક્ષણની સારવાર ૩૦ જેટલા વ્યકિતને આપવામાં આવી હતી .ઉપરાંત ૨૧૦૦ લોકોના પ્રકૃતિ પરીક્ષણ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં કુલ ૧૯,૩૧૦ લોકોએ લાભ લીધો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. મહેશ વારા અને એમની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમ માટે જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની શિક્ષણ શાખા, આઇસીડીએસ શાખા, જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્ર તથા હેલ્થ વિભાગે સુંદર સહકાર આપ્યો હતો.
આયુષ મેળાનું સફળ આયોજન થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું હતુ.
આ તકે જૂનાગઢ ના લોકસભા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, તથા જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા, સાવજ દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા, જૂનાગઢ મહાનગરપાલિકા આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકર અને અન્ય અધિકારીશ્રીઓ તથા મહાનગર પાલિકાના કોપોરેટરો ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ ના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, જૂનાગઢ મહાનગરપાલિકાના કોર્પોરેટર શ્રીઓ તથા સામાજિક અગ્રણીઓએ પણ આયુષ મેળાની મુલાકાત લીધી હતી.


