Gujarat

૨૧ મી નેશનલ પેરા એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૨-૨૩ માં જામનગરના ૩ દિવ્યાંગ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી

આગામી તા.૨૦ માર્ચ સુધી મહારાષ્ટ્રના પુનામાં શ્રી શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, બાલેવાડી ખાતે
૨૧ મી નેશનલ પેરા એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૨-૨૩ નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જામનગર તાલુકાના
અલિયાબાડા ગામમાંથી સિનિયર દિવ્યાંગ ખેલાડી શ્રી બિપીન અમૃતીયાના માર્ગદર્શન હેઠળ ૪ દિવ્યાંગ ખેલાડીઓ ઉપરોક્ત
સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહયા છે.
જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામના અસ્થીવિષયક દિવ્યાંગ ખેલાડી શ્રી ચંદ્રેશ બગડા ઊંચી કૂદ કેટેગરી, દેવભૂમિ દ્વારકા
જિલ્લાના શ્રી નેહા ગઢવી ચક્ર ફેંક કેટેગરીમાં, જામનગર તાલુકાના શ્રી દિપક સંચાણીયા અને શ્રી ભારતી રોઠોડ ગોળા ફેંક
કેટેગરીમાં ભાગ લેવા જઈ રહયા છે. આ તકે, જામનગરના દિવ્યાંગ ખેલાડીઓની નેશનલ લેવલની સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં
પસંદગી થવા પર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેમ જામનગર દિવ્યાંગ સમાજ પ્રમુખ શ્રી સત્તારભાઈ એમ. દરદાજાની યાદીમાં
જણાવવામાં આવ્યું છે.

.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *