Gujarat

૩ દિવસથી બાલાસિનોરમાં સ્ટ્રીટલાઈટ શરૂ ન કરતા કેન્ડલ માર્ચ યોજી વિરોધ કર્યો

મહિસાગર
છેલ્લે ત્રણ દિવસથી બાલાસિનોર નગર પાલિકા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ બંધ છે. કારણ એમ છે કે પાલિકા દ્વારા વીજ બીલ ભરવામાં આવ્યું નથી. સ્ય્ફઝ્રન્ દ્વારા બાલાસિનોર નગર પાલિકા વીજ બિલ ન ભરતા સ્ટ્રીટ લાઇનનું વીજ જાેડાણ કાપી નાખવામાં આવ્યું છે. ત્યારે પાલિકા વીજ બિલ ન ભરતા બાલાસિનોર નગર વિસ્તારના રોડ રસ્તા પર અંધારપટ છવાયું છે. જેના કારણે સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે. સ્ય્ફઝ્રન્ના જણાવ્યા પ્રમાણે બાલાસિનોર નગર પાલિકામાં ૨૮૭ લાખ જેટલા રૂપિયાનું વીજ બિલ બાકી છે. ત્યારે નોટિસો આપ્યા છતાં વીજ બિલ ન ભરતા આખરે સ્ય્ફઝ્રન્ દ્વારા પાલિકા વિસ્તારની સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી સ્ટ્રીટ લાઈટ બંધ છે અને પાલિકા વીજ બિલ ભરી શકી નથી. જેના વિરોધમાં બાલાસિનોર કોંગ્રેસ અને પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પાલિકા પાસે કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધવામાં આવ્યો હતો અને ભાજપ શાસિત પાલિકા વિરુદ્ધ સુત્રોચાર કરવામાં આવ્યો હતો. બાલાસિનોરના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ, વિપક્ષ નેતા રિયાઝ શેખ સહિત કાર્યકર્તાઓ અને કોંગ્રેસ નેતાઓ હાથમાં કેન્ડલ લઈ વિરોધ કરી રહ્યાં હતા.

File-02-Photo-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *