Gujarat

૩૦૦ સૌરાષ્ટ્રીયન તમિલોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા  

સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત સૌપ્રથમ સોમનાથના મહેમાન બનેલા સૌરાષ્ટ્ર તમિલ બાંધવો આજરોજ દેવભૂમિ દ્વારકાના મહેમાન બન્યા છે. આજરોજ ૩૦૦ સૌરાષ્ટ્રીયન તમિલોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા છે. 

દ્વારકાધીશ મંદિર સમિતિ દ્વારા મહેમાનોને આવકારવા જરૂરી આયોજન કરવામાં આવ્યું છે. આ તકે સૌરાષ્ટ્રીયન તમિલો અને ગુજરાતી દર્શનાર્થીઓ વચ્ચે પણ ભક્તિનું તાદાત્મ્ય સર્જાયું હતું. ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *