Gujarat

૬૩૮ જેટલા ભાવિકોએ વિનામૂલ્યે ડાયાબીટીસ ચેકઅપનો લાભ લીધો        

મહાશિવરાત્રીને લઇને ભવનાથ તળેટી ખાતે મેળો યોજાઇ છે. આ મેળો માણવા લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. ત્યારે શ્રી ભારતી આશ્રમ દ્વારા એક દિવસ માટે મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું  હતું. જેમાં ૨૧ રક્તની બોટલ એકત્ર કરવામાં આવી છે. તેમજ જૂનાગઢની આસ્થા હોસ્પિટલ દ્વારા વિના મૂલ્યે દર્દીઓને ડાયાબીટીસ ચેકઅપમાં ૬૩૮ દર્દીઓએ લાભ લીધો હતો.
શ્રી ભારતી આશ્રમ જૂનાગઢના શ્રી હરીહરાનંદ ભારતીબાપુ, શ્રી મહાદેવ ભારતી બાપુ, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.નયના લકુમ અને સિવિલ સર્જન ડો.પાલા લાખણોત્રા, ડો.હાર્દિક મકવાણા સહિતની ઉપસ્થિતિમાં એક દિવસીય મહાબ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રક્તદાન કેમ્પમાં ૨૧ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવી હતી. જૂનાગઢની આસ્થા હોસ્પિટલના ડો.ચિંતન યાદવના માર્ગદર્શન હેઠળ મેળામાં આવતા દર્દીઓને વિના મૂલ્યે ડાયાબીટીસ ચેકઅપમાં ૬૩૮ દર્દીઓએ લાભ લીધો હતો. તેમજ રક્તદાતાઓને બાપાસીતારામ ગૃપ દ્વારા ઘડિયાર વિતરણ કરવામાં આવી હતી. આ રક્તદાન કેમ્પમાં સંતોએ રક્તદાન કર્યું હતું. આ તકે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા સંતનું સન્માન કરવામાં આવ્યું હતું.

raktdan-camp2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *