Haryana

હરિયાણાના આદમપુરના રહેવાસી યુવકે હોટલના રુમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી

હરિયાણા
હરિયાણાના આદમપુરના ગામ ચૂલીબાડિયાનના રહેવાસી એક યુવકે હોટલના રુમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. લાશનું પોસ્ટમોર્ટમ હિસારની સરકારી હોસ્પિટલમાં કરાવી દીધું છે. પોલીસે મૃતકની પાસેથી ૧૧ પાનાની સુસાઈડ નોટ જપ્ત કરી છે. મૃતક યુવક એકતરફી પ્રેમના કારણે માનસિક રીતે પરેશાન હતો. હિસાર બસ અડ્ડા પોલીસના ચોકી તપાસ અધિકારીઓ અનુસાર, ચૂલીબાગડિયા રહેવાસી હર્ષ એમઆર કામ કરતો હતો. તે સોમવારે શહેરમાં આવ્યો, તેણે બપોર બાદ અડ્ડાની સામે એક રુમ બુક કરાવ્યો, ત્યાર બાદ તે રુમમાં અંદર જતો રહ્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, હર્ષે રાતના સમયે ખાવાનો ઓર્ડર નહોતો કર્યો. કર્મચારીઓએ મંગળવારની સવારે દસ વાગ્યે તેના રુમમાં રાખેલ લૈંડલાઈ ફોન પર કોલ કર્યો, પણ તેણે કોલ ઉઠાવ્યો નહીં. કર્મચારી સવારે ચેક આઉટ દરમ્યાન રુમમાં ગયો તો અંદરથી દરવાજાે બંધ હતો. અવાજ લગાવવા છતાં દરવાજાે ખુલ્યો નહીં. હોલ્ટ સ્ટાપે પોલીસને સૂચના આપી. બાદમાં પોલીસ આવી અને રુમનો દરવાજાે તોડ્યો. હર્ષે રુમની અંદર ફાંસી લગાવી દીધી. મૃતક પાસેથી ૧૧ પાનાની સુસાઈડ નોટ મળી છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. પરિવાર અનુસાર, હર્ષ સોમવારે રોજની માફક ઘરેથી આવ્યો હતો. અમે બપોરે હર્ષ સાથે ફોન પર વાત કરવાની ટ્રાય કરી પણ ફોન બંધ હતો. તે રાતે ઘરે આવ્યો નહોતો. પોલીસે સવારે તેમને જણાવ્યું કે, હર્ષે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. સુસાઈડ નોટમાં યુવકે શું લખ્યું…. મૃતક યુવક હર્ષે આત્મહત્યા કરતા પહેલા ૧૧ પાનાની સુસાઈડ નોટ લખી હતી. તેણે લખ્યું છે કે, ” આપણા જીવનની સફર અહીં સુધી જ હતી. મારુ સપનું હતું કે આપણા ૧૨ બાળકો હોય અને એક ક્રિકેટ ટીમ બનાઉ, જે આજે અધૂરુ રહી ગયો. કોઈ નહીં બાબૂ આ બધી નસીબની વાત છે, આવતા જનમમાં આ સપનું પુરુ થશે. બાબૂ તારી સાથે વિતાવેલી ક્ષણ અદ્ભૂત હતી અને હવે જીવ આપી રહ્યો છું, તું કોઈ સારો એવો છોકરો જાેઈને લગ્ન કરી લેજે.” હર્ષે લખ્યું- “ભાઈ તારા માથે બધી જવાબદારી સોંપીને જઈ રહ્યો છું અને બાકી હું મારુ સપનું પુરુ કરી શકીશ નહીં. ક્રિકેટ ટીમ બનાવાની હતી. હું મારા ભાઈ જેવો બની શક્યો નહીં. સોરી ભાઈ આ પગલું ઉઠાવી રહ્યો છું, હું ખૂબ જ ડિપ્રેશનમાં છું, જેના કારણે સારો ભાઈ-દીકરો અને લવર બની શક્યો નહીં. આઈ લવ યૂ મમ્મી પાપા, સોરી દોસ્તો બધાને છોડીને જઈ રહ્યો છું, તને પ્રેમ કરવાનું સપનું પુરુ કરી શક્યો નહીં.”

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *