Haryana

હરિયાણામાં કોરોનાનાં ડરથી મહિલાએ હદ વટાવી, પોતાનાં જ બાળકને ૩ વર્ષ કેદ કરીને રાખ્યું

હરિયાણા
હરિયાણાનાં ગુરુગ્રામની મહિલાએ કોરોનાનાં ડરથી હદ વટાવી દીધી. આ મહિલા કોરોનાથી એટલી ડરી ગઈ હતી કે, તેણે પોતાનાં બાળકને ત્રણ વર્ષ સુધી ઘરમાં કેદ કરી રાખ્યું હતું. મહિલા પોતે પણ તેનાં ૧૧ વર્ષનાં છોકરા સાથે ઘરમાં જ પૂરાઈ રહી. મુનમુન નામની આ મહિલા ન તો પોતે ઘરમાંથી બહાર નીકળતી હતી, કે ન તો પોતાનાં દિકરાને બહાર આવવા દેતી હતી. બાળક જ્યારે ઘરમાં પુરાયું હતું ત્યારે તેની ઉંમર ૭ વર્ષ હતી, પણ જ્યારે ઘરની બહાર નીકળ્યો ત્યારે ૧૧ વર્ષનો હતો. મહિલાની આ વિચિત્ર હરકત અને માનસિકતાથી તેનો પતિ છેવટે કંટાળ્યો અને પોલીસ ફરિયાદ કરી દીધી. પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગની ટીમો મહિલાનાં ઘરે પહોંચી હતી. ત્યાં જે દ્રશ્યો સામે આવ્યા તેને જાેઈને સ્વાસ્થ્ય કર્મીઓ પણ ચોંકી ગયા હતા. ઘરમાંથી પ્લાસ્ટિકનાં રેપરનાં ઢગ મળ્યા, વસ્તુઓ જ્યાં ત્યાં વિખરાયેલી હતી. આ જ સ્થિતિમાં બાળકે ત્રણ વર્ષ વિતાવવા પડ્યા, એ પણ પોતાની માતાનાં અજ્ઞાનને કારણે…સ્વાસ્થ્ય વિભાગે મહિલા અને બાળકનું રેસ્ક્યુ કર્યું હતું. બાળકની માનસિક હાતલ નાજુક હતી. મહિલા ભાગ્યે જ ક્યારેક ઘરની બહાર નીકળતી હતી. મહિલાનાં પતિનો દાવો છે કે તેમની પત્ની તેમને પણ ઘરમાં આવવા દેતી નહતી. તેથી તે પોતાની પત્ની અને દિકરા માટે જમવાનું અને અન્ય વસ્તુઓ ઘરની બહાર મૂકી દેતાં હતા. મહિલાનાં પાડોશીઓનું માનીએ તો પહેલાં તો તેમને પહેલાં એમ જ થયું હતું કે કોરોના કાળમાં મહિલાનો પરિવાર પોતાનાં વતન જતો રહ્યો છે. પણ તેમનું બાળક ન દેખાતાં તેમને શંકા ગઈ હતી, પણ કોઈએ તેનાથી આગળ કંઈ ન કર્યું. સ્વાસ્થ્ય વિભાગની ટીમે મહિલા અને બાળક બંનેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે, બંનેની માનસિક સ્થિતિ સામાન્ય નથી. જેને જાેતાં મનોચિકિત્સક તેમની સારવાર કરી રહ્યા છે. આ કિસ્સો ગંભીર છે. એક મહિલાએ પોતાનાં જ બાળકને ઘરમાં કેદ કરીને તેની જિંદગીને જાેખમમાં મૂકી છે.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *