હરિયાણા
પ્રેમ આંધળો નહીં પણ ઘણી વાર હત્યારો પણ બની શકે છે. તેનો તાજેતરનું ઉદાહરણ હરિયાણાના ભિવાનીમાંથી સામે આવ્યો છે. જ્યાં બે બાળકોની માતાએ પોતાના ઘરે મજૂરી કરવા આવેલા મજૂર સાથે સંબંધ બનાવી અને બાદમાં પોતાના પ્રેમની સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધા. ૭૨ કલાકમાં પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે. મળેલ પ્રાપ્ત જાણકારી અનુસાર જણાવીએ તો, આ સમગ્ર મામલો હરિયાણાના ભિવાની જિલ્લાની નવી બજાર એરિયાનો છે. જ્યાં ૧૨ વર્ષ પહેલા લગ્નના બંધને બંધાયેલ સતીશ તથા જ્યોતિ પતિ-પત્ની હતા. સતીશ-જ્યોતિ બે બાળકોના માતા-પિતા હતા. સતીશ ૩-૪ મહિનાથી પોતાના મકાન બનાવી રહ્યો હતો. આ દરમ્યાન ભિવાનીનો જ ૪૧ વર્ષિય રોહતાસ તેમને ત્યાં મજૂરી કરવા આવતો હતો. સતીશની પત્ની જ્યોતિએ આ દરમ્યાન તેની સાથે સંબંધ બાંધ્યો. આ જ કારણે તેઓ એક મહિનાથી જ્યોતિ તથા રોહતાસ સતીશને પોતાના રસ્તામાંથી હટાવવા માટે જાનથી મારી નાખવાનું ષડયંત્ર રચવા લાગ્યા. આ દરમ્યાન પાંચ મેની રાતે રોહતાસે સતીશને દારુ પીવડાવ્યો અને પછી પોતાની રીક્ષામાં બેસીને ગુજરાની રોડ પર લઈ ગયો, જ્યાં તેણે પાયજામાના નાડાથી સતીશનું ગળુ દબાવીને મારી નાખ્યો. આ સમગ્ર કેસમાં પોલીસ તપાસ કરતા ૭૨ કલાકની અંદર આરોપીઓની ધરપકડ કરી લીધી. આ સમગ્ર મામલાનો ખુલાસો કરતા એએસપી લોકેશ કુમારે જણાવ્યું કે, બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી બે દિવસમાં રિમાન્ડ પર લઈ લીધા. તેમણે કહ્યું કે, મૃતક સતીશ બે બાળકોના પિતા હતા અને પ્રેમી બનેલો આરોપી રોહતાસ અવિવાહીત છે.


