Haryana

હરિયાણામાં મહિલાએ કૉલ કરીને યુવકને ઘરે બોલાવ્યો અને પછી થઈ જાેવા જેવી..

હરિયાણા
અત્યાર સુધીમાં આપે કોઈ પુરુષ દ્વારા મહિલા સાથે છેડતી અને બળજબરીપૂર્વક રેપ કરવાના સમાચાર સાંભળ્યા હશે, પણ હરિયાણાના મહેન્દ્રગઢમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક છોકરીએ એક યુવકને ફોન કરીને મીઠી મીઠી વાતો કરી તેને ઘરે બોલાવ્યો હતો. ત્યાર બાદ બળજબરીપૂર્વક તેની સાથે સેક્સ કર્યું હતું. એટલું જ નહીં યુવતીએ તેના અશ્લીલ વીડિયો પણ બનાવ્યા હતા. સાથે જ ધમકી આપીને તેની પાસેથી પૈસા માગવા લાગી અને કહ્યું કે, જાે તૂ પૈસા નહીં આપે તો આ વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દેશે. હકીકતમાં, જાેઈએ તો, હનીટ્રેપનો હેરાન કરનારો આ કિસ્સો શનિવારે મહેન્દ્રગઢ પોલીસ ચોકીમાં થયો હતો. જ્યાં પીડિત યુવક છોકરી દ્વારા પ્રતાડીત થઈને તેની ફરિયાદ લઈને પહોંચ્યો હતો. યુવકે પોતાની આપવીતી સાંભળતા કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી અજાણ્યા નંબરથી એક મહિલા તેને કોલ કરી રહી છે. તે વારંવાર મને ઘરે બોલાવી રહી હતી. જ્યારે તે ન માની તો, તેના પર વિશ્વાસ કરીને હું તેના ઘરે ગયો. પીડિત યુવકે કહ્યું કે, જેમ કે હું તેના ઘરે પહોંચ્યો તો, તેણે દરવાજા અને બારીઓ બંધ કરી દીધી. ત્યાર બાદ તે મારા પર તૂટી પડી. જ્યારે હું ઘરે જવા લાગ્યો તો, તેણે વીડિયો રેકોર્ડીંગ બતાવ્યું અને કહ્યું કે, પહેલા ૧૦ લાખ રૂપિયા લઈને આવ નહીં તો આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી દઈશ. હું તેની વાત સાંભળીને ગભરાઈ ગયો અને કહ્યું કે, મારી પાસે આટલા રૂપિયા નથી, તો મહિલાએ કહ્યું કે, ચેન, વીંટી અને કડા ઉતારીને મને આપી દે. યુવક ડાયરેક્ટ પોલીસ ચોકીએ પહોંચ્યો અને મહિલા વિશે તમામ જાણકારી આપી. ત્યાર બાદ મહિલાએ બીજા દિવસે એટલે કે, શનિવારે યુવકને ફોન કરીને એક લાખ રૂપિયા માગ્યા. પોલીસે મહિલાને રંગેહાથે પકડવા માટે છોકરાને એક લાખ આપીને મહિલા પાસે મોકલ્યો. આ દરમ્યાન પોલીસે મહિલાને આપવાની હતી તે નોટના નંબર પુરાવા તરીકે લખી લીધા. જેથી બાદમાં તે ફરી ન જાય. બાદમાં છોકરાએ જેવા મહિલાને એક લાખ રૂપિયા હાથમાં આપ્યા અને પાછળથી પોલીસ આવી પહોંચી અને તેની પકડી લીધી, હાલમાં તેની સાથે પુછપરછ ચાલી રહી છે.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *