Haryana

હરિયાણા ડેપ્યુટી સીએમએ જણાવ્યું નૂહમાં ફાટી નીકળેલી હિંસાનું કારણ

નૂહ-હરિયાણા
હરિયાણાના નૂહમાં સોમવારથી શરૂ થયેલી હિંસા કેવી રીતે વધતી ગઈ તેની તપાસ સતત ચાલી રહી છે. આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ શોભાયાત્રાના આયોજકો પર જ સવાલો ઉઠાવ્યા છે. દુષ્યંત ચૌટાલાનું કહેવું છે કે આયોજકોએ સ્થાનિક પ્રશાસનને ભીડ વિશે સાચી માહિતી આપી ન હતી, જેના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે જે લોકો રમખાણો ફેલાવે છે, પછી ભલે તે કોઈપણ પક્ષ કે કોઈપણ સમુદાયના હોય, તેમને બક્ષવામાં આવશે નહીં. ગતરાતથી સ્થિતિ સામાન્ય છે. કેન્દ્રથી વધારાની સુરક્ષા દળ આવી ગયું છે. અમને ઘણા બધા ઈનપુટ મળ્યા છે. તેમણે કહ્યું કે યાત્રાના આયોજકોએ ભીડ એકઠી કરવા અંગે સ્થાનિક પ્રશાસનને યોગ્ય માહિતી આપી ન હતી જે યાત્રા પહેલા આપવી જરુરી હતી. ચૌટાલાએ કહ્યું કે હું રાજ્યના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરું છું. બીજી તરફ, નૂહના એસપીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ ૪૪ એફઆઈઆર નોંધવામાં આવી છે અને ૧૧૬ની ધરપકડ કરવામાં આવી છે. હરિયાણાના મુખ્યમંત્રીએ નૂહમાં થયેલી સાંપ્રદાયિક હિંસાને એક ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. સીએમ ખટ્ટરે કહ્યું કે જે લોકો આ હિંસામાં સામેલ છે તેમને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં. બીજી તરફ હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે નૂહ હિંસાને ષડયંત્ર ગણાવી હતી. તેમણે દાવો કર્યો હતો કે તે આયોજિત હિંસા હતી. જાે કે, તેણે એમ પણ કહ્યું કે તે કાવતરું છે કે બીજું કંઈક, તે આ અંગે કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી. ગૃહમંત્રીએ કહ્યું કે તેઓ હિંસાની તપાસ કરશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરશે. નૂહમાં યાત્રા પહેલા બિટ્ટુ બજરંગી નામના અન્ય ગૌ રક્ષકનો વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તે સતત પોલીસ અને યાત્રાનો વિરોધ કરી રહેલા લોકોને પડકાર ફેંકતા સાંભળતો જાેવા મળ્યો છે અને સીધું કહે છે કે તે અને તેના સાથીઓ પણ આ યાત્રામાં જાેડાઈ રહ્યા છે, અને તેઓ ચોક્કસ આવશે. નૂહની ઘટના દરમિયાન અને તે પહેલા બિટ્ટુ બજરંગીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *